ઇન્ટરનેશનલ

‘પેલેસ્ટાઇન આઝાદ થશે’ ઇઝરાયેલના વિરોધમાં હજારો લોકોએ વ્હાઇટ હાઉસને ઘેરી લીધું

ઇઝરાયલની સેના ગાઝામાં નાગરીકો પર સતત હુમલા કરી રહી છે, યુએન સહીત વિશ્વના ઘણા સંગઠનોએ ઇઝરાયલને યુદ્ધ વિરામની અપીલ કરી હોવા છતાં હુમલા કરવામાં આવી રહ્યા છે. અમેરિકા સતત ઇઝરાયલનો પક્ષ લઇ રહ્યું છે. જેના કારણે ઘણા અમેરિકન નાગરિકો સરકારના વલણથી નારાજ છે. બાઈડેન વહીવટીતંત્ર દ્વારા ઇઝરાયેલના સમર્થનનો વિરોધ કરવા શનિવારે બપોરે હજારોની સંખ્યમાં પેલેસ્ટાઇન તરફી પ્રદર્શકારીઓએ ડાઉનટાઉન વોશિંગ્ટન ડીસીમાં પ્રદર્શન કર્યું હતું.

પ્રદર્શકારીઓએ વ્હાઇટ હાઉસના ગેટની સામે પ્રદર્શન કર્યું હતું. તેમણે માંગ કરી હતી કે ગાઝામાં તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ થવો જોઈએ. પ્રદર્શનકારીઓએ ઇઝરાયલને અમેરિકાની મદદ રોકવાની પણ માંગ કરી છે.  પ્રદર્શનકારીઓએ ‘ફ્રોમ રિવર ટૂ સી પેલેસ્ટાઈન વિલ બી ફ્રી’ ના નારા લગાવ્યા હતા સાથે પેલેસ્ટિનિયન ધ્વજ ફરકાવ્યા હતા.  

ઇઝરાયલ દ્વારા કરવામાં આવતી નિર્દોષ બાળકોની હત્યાને પ્રતિબિંબિત કરવા, માર્યા ગયેલા બાળકોના નામ સાથેની ઘણી નાની સફેદ બોડી બેગ રોડ પર લાઇનમાં ગોઠવવામાં આવી હતી. આ પ્રદર્શનમમાં 10,000 થી વધુ લોકો એકઠા થયા હતા. પ્રદર્શકારીઓએ લાફાયેટ પાર્કમાં જનરલ માર્ક્વિસ ડી લાફાયેટ સ્ટેચ્યુને ગ્રેફિટી અને પેલેસ્ટિનિયન ધ્વજથી ઢાંકી દીધા હતા.

પ્રદર્શકારીઓએ રાષ્ટ્રપતિ જો બાઈડેન પર “નરસંહારનું સમર્થન” કરવાનો આરોપ પણ મૂક્યો હતો અને ઇઝરાયેલને વધુ સહાયતા તાત્કાલિક રોકવાની માંગ કરી. પેલેસ્ટાઈન તરફી પ્રદર્શકારીઓએ કહ્યું, અમને યહૂદી રાજ્ય નથી જોઈતું. તેમણે 1948ના આરબ-ઇઝરાયેલ યુદ્ધનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અમને 48ની સ્થિતિ ફરીથી જોઈએ છે.

ગાઝામાં આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 7 ઓક્ટોબરથી અત્યાર સુધી ગાઝામાં વિસ્તારમાં 9,400 થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
AUS vs NZ TEST: કેન વિલિયમ્સને 14 વર્ષની કારકિર્દીમાં પહેલી વખત કરી મોટી ભૂલ પઢાઈમાં Zero કમાણીમાં No 1, જાણી લો બોલીવૂડના સુપરસ્ટાર્સ WPL : RCBની કૅપ્ટન સ્મૃતિ મંધાનાને ધમાકેદાર પ્રથમ ફિફ્ટી ન ફળ્યાં મોબાઈલ ફોન ગુમ થઈ ગયો છે? No problem સ્વીચ ઓફ મોબાઇલ પણ ટ્રેક કરી શકાશે.