Vande Bharat Trainમાં પ્રવાસ કરીને ખુશ થયા આ ફોરેનર, પોસ્ટ કરીને કહી આ વાત…

અત્યારે ભારતીય રેલવેની સૌથી વધુ લોકપ્રિય કોઈ ટ્રેન હોય તો તે છે Vande Bharat… પીએમ મોદીની ડ્રીમ ટ્રેન જેવી આ Vande Bharat માત્ર ભારતીય જ નહીં પણ વિદેશીઓની પણ મનપસંદ ટ્રેન બની ગઈ છે. હાલમાં જ ભારત પરવા આવેલા એક ફોરેનર એક્ઝિક્યુટિવે આ ટ્રેનના ભરપેટ વખાણ કર્યા છે. આવો જોઈએ કોણ છે એ વ્યક્તિ…
આ વ્યક્તિ છે ટ્રુ કોલરના એક્ઝિક્યુટિવ સિમોન કોપેક છે. સિમોન પોતાની મમ્મી સાથે એક અઠવાડિયાની ભારતની મુલાકાતે આવ્યા હતા. સિમોને જણાવ્યું હતું કે તેની મમ્મી પહેલી વખત નથી યુરોપની બહાર નીકળી હતી અને તે અંગ્રેજી પણ નથી બોલી શકતી.
સિમોને ભારતીય ટ્રેનોમાં પ્રવાસ કરવાને લઈને પોતાના અનુભવ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે સામાન્યપણે ભારતીય ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળે છે. પણ વંદે ભારત ટ્રેને ટ્રેનના પ્રવાસનો અનુભવ જ બદલી નાખ્યો છે.મૂળ પોલેન્ડના સિમોને જણાવ્યું હતું કે મારા દેશમાં ભારતની છબિ ખૂબ જ ખરાબ છે અને અહીંની ટ્રેનોને સ્લમ્સ અને છાપરા પર પ્રવાસ કરનારા ટ્રેન પ્રવાસ તરીકે ઓળખવામાં આવે છે.
પરંતુ એકદમ ટાઈમ પર ચાલનારી વંદે ભારત ટ્રેનમાં પ્રવાસ કરવાનો અનુભવ જ અલગ રહ્યો હતો. સિમોનની આ પોસ્ટ પર લોકો કમેન્ટ્સ અને લાઈક્સનો વરસાદ કરી રહ્યા છે. તેણે પોસ્ટ શેર કર્યાના થોડાક જ સમયમાં 8.5 લાખથી વધુ વ્યૂ અને 21,000થી વધુ કમેન્ટ્સ આવી ચૂકી છે.
True Callerના એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે મારી મમ્મી અહીં ટેક્સીની સવારી અને ગ્રોસરી શોપિંગના ઈરાદાથી આવી હતી. તે મારી બહેનો માટે અહીંથી મસાલા ખરીદવા માંગતી હતી અને તે અહીંની વેરાઈટી જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. સિમોને લખ્યું હતું કે ભારતમાં જોવા મળનારી હરિયાળી એકદમ આશ્ચર્યચકિત કરનારી છે. એટલું જ નહીં તેમણે એવું પણ કહ્યું હતું કે દુનિયા સામે ભારતની છબિ યોગ્ય રીતે રજૂ નથી કરવામાં આવી.