ઇન્ટરનેશનલનેશનલમનોરંજન

Miss Worldના ખિતાબ સાથે મળે આટલા રૂપિયા ને આ સુવિધા

મુંબઈ: મિસ વર્લ્ડની 71મી કૉન્ટેસ્ટ 9 માર્ચ શનિવારના રોજ મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે થી હતી. મોડી રાત સુધી ચાલેલી આ સૌંદર્ય સ્પર્ધામાં ચેક રિપબ્લિકની ક્રિસ્ટીના પિઝકોવાએ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. ઘણા રાઉન્ડમાંથી પાસ થઈ આ તાજ સુધી પહોંચી શકાતું હોય છે ત્યારે તાજ મેળવનારને સારા એવા રૂપિયા અને પ્રતિષ્ઠા મળે છે.
વર્ષ 2023ની મિસ વર્લ્ડ રહી ચુકેલી પોલેન્ડની કેરોલિના બિએલોસ્કાએ ક્રિસ્ટીનાને તાજ પહેરાવ્યો અને તેને વિજેતા જાહેર કરી. 1951માં એરિક મોર્લી દ્વારા શરૂ કરવામાં આવેલ આ વિશ્વની સૌથી જૂની સૌંદર્ય સ્પર્ધાઓમાંની એક છે. દર વર્ષે આ સૌંદર્ય સ્પર્ધામાં વિશ્વભરમાંથી મોડેલો ભાગ લે છે. આ વર્ષે મિસ વર્લ્ડનું 71મું વર્ષ હતું જેનું યજમાનપદ ભારતે કર્યું હતું. ભારતની મિસ ફેમિના 2022 સિની શેટ્ટીએ દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જોકે ભારતના ભાગે થોડી નિરાશા આવી હતી. સિની શેટ્ટીએ આ સ્પર્ધામાં 8મું સ્થાન મેળવ્યું હતું.

આ એવોર્ડ જીતીને ક્રિસ્ટીનાએ કરોડો રૂપિયાની લોટરી પણ જીતી હતી. વિજેતાને હીરાજડિત તાજ સાથે રૂ. 10 કરોડની ઈનામી રકમ અને મફતમાં વિશ્વની મુસાફરી કરવાની તક પણ મળે છે. દર વર્ષે આ સ્પર્ધામાં વિશ્વના 100 દેશોની મોડલ ભાગ લે છે. આ સ્પર્ધામાં, વિજેતાને વિશ્વભરમાં ચાલી રહેલી ચેરિટી ઇવેન્ટનો એમ્બેસેડર બનાવવામાં આવે છે. આ ચેરિટી ટ્રસ્ટ સમગ્ર વિશ્વમાં પછાત લોકોને મુખ્ય પ્રવાહમાં જોડવાનું કામ કરે છે. આ તમામ કાર્યક્રમોમાં મિસ વર્લ્ડને આગળ રાખવામાં આવે છે.

મિસ વર્લ્ડ 2024નો ખિતાબ જીતનાર ક્રિસ્ટીના પિઝકોવા ચેક રિપબ્લિકની રહેવાસી છે. 25 વર્ષની ક્રિસ્ટીના કાયદાનો અભ્યાસ કરે છે. આ સાથે તે ઘણા ચેરિટી ટ્રસ્ટ પણ ચલાવે છે. 19 જાન્યુઆરી 1999ના રોજ જન્મેલી ક્રિસ્ટીના પિઝકોવા પોતાના નામે એક ફાઉન્ડેશન પણ ચલાવે છે. આ ફાઉન્ડેશન દક્ષિણ આફ્રિકાના દેશ તાંઝાનિયામાં બાળકોને શિક્ષણ પૂરું પાડે છે.

અહીં ક્રિસ્ટીનાની શાળા પણ છે, જેમાં ક્રિસ્ટીના બાળકોને ભણાવે છે. ભારતમાં યોજાયેલા મિસ વર્લ્ડ કાર્યક્રમમાં 112 દેશે ભાગ લીધો હતો. ભારતે આ પ્રતિષ્ઠિત ખિતાબ પણ 6 વખત જીત્યો છે. જેમાં રીટા ફારિયા (1966), ઐશ્વર્યા રાય (1994), ડાયના હેડન (1997), યુક્તા મુખી (1999), પ્રિયંકા ચોપરા (2000), અને માનુષી છિલ્લર (2017)નો સમાવેશ થાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો