ઇન્ટરનેશનલનેશનલ

અમેરિકાના આ નિર્ણયથી રશિયાને લાગશે આંચકો, સસ્તા ક્રૂડ માટે ભારત ભરશે આ પગલું

અમેરિકાએ હાલમાં એક એવો નિર્ણય લીધો છે, જેને કારણે રશિયાને મોટો ફટકો પડી શકે છે. અમેરિકાએ હવે વેનેન્ઝુએલા પરથી પ્રતિબંધો આંશિક રીતે હટાવી લીધા છે. તેથી હવે વેનેન્ઝુએલા આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલ વેચી શકશે. તેને હવે સસ્તા ક્રૂડના વેચાણમાં કોઇ મુશ્કેલી નહીં પડે. આ ઉપરાંત પોતાની કમાણી વધારવા તે ડિસ્કાઉન્ટની પણ ઓફર કરશે, જેનો ફાયદો પણ આયાત કરતા દેશોને થશે.

અમેરિકાએ લેટિન અમેરિકન દેશ વેનેઝુએલાના તેલ પરના પ્રતિબંધો હળવા કર્યા છે. જે બાદ ભારતીય રિફાઈનર કંપનીઓ વેનેઝુએલાથી રાહત દરે ક્રૂડ ઓઈલ આયાત કરી શકશે. હાલમાં રશિયાના ક્રૂડ ઓઇલની કિંમત ભારતમાં 80 ડૉલર છે, પણ ભારતને રશિયા સાથે પેમેન્ટને લઇને સવાલ ઊભા થઇ રહ્યા છે.

ભારત તેના મોટા ભાગના ક્રૂડની જરૂરિયાત આયાત કરીને પૂરી કરે છે. મધ્ય-પૂર્વના દેશો, રશિયા, વેનેન્ઝુએલા જેવા દેશોમાંથી ભારત ક્રૂડની આયાત કરે છે. કોરોના કાળ પહેલા ભારત વેનેન્ઝુએલા પાસેથી જ ક્રૂડ ઓઇલ ખરીદતું હતું. ભારત તેની પાસેથી દૈનિક 3,00,000 બેરલ ઓઇલ ખરીદતું હતું, પણ અમેરિકાના પ્રતિબંધોને કારણે વેનેન્ઝુએલા સરકારી ઓઈલ કંપની PDVSA પાસે તેના ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને રિપેર કરવા માટે પૈસા નથી. ઓઇલ મશીનરીને ખૂબ નુકસાન થયું છે.

વેનેઝુએલાની વર્તમાન ક્ષમતા 800,000 અને 850,000 બેરલ પ્રતિ દિવસ (bpd) ની વચ્ચે છે અને ઉત્પાદન લગભગ 750,000 bpd છે. ભારતીય રિફાઇનરીઓ વેનેઝુએલાને સસ્તા તેલની આયાત કરવા માટે વિચારણા કરી શકે છે. જો વેનેઝુએલાના ક્રૂડ ઓઈલ સાથે રિફાઈનિંગનું સાતત્ય જળવાઈ રહેશે તો ભારતીય રિફાઈનર્સ વેનેન્ઝુએલા પાસેથી ક્રૂડ ઓઇલ આયાત કરશે. જો આમ થશે તો ભારતની મિત્ર દેશ રશિયા પાસેથી ક્રૂડની આયાત ઓછી થઇ જશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…