ઇન્ટરનેશનલસ્પોર્ટસ

ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર પર લાગ્યો આ પ્રતિબંધ, કરી હતી આ હરકત

હરારે (ઝિમ્બાબ્વે): ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર સિકંદર રઝા પર બે મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેના કારણે તે આયરલેન્ડ સામે ચાલી રહેલી ટી20 શ્રેણીની બાકીની મેચમાંથી તે બહાર થઇ ગયો છે.

રઝાને તેની મેચ ફીના 50 ટકા દંડ અને બે ડિમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યા હતા. ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર સિકંદર રઝા પર બે મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કારણ કે છેલ્લા 24 મહિનામાં તેના ડીમેરિટ પોઈન્ટ વધીને 4 થઈ ગયા છે.
સિકંદર રઝા ઉપરાંત આયરલેન્ડના જોશ લિટલ અને કર્ટિસ કેમ્પરને પણ ઝિમ્બાબ્વે અને આયરલેન્ડ વચ્ચેની મેચ દરમિયાન એક-એક ડીમેરિટ પોઈન્ટ મળ્યો હતો. આ બંને ખેલાડીઓને મેચ ફીના 15 ટકા દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

આઈસીસીએ ત્રણેય ખેલાડીઓને આપવામાં આવેલી સજાની જાણકારી આપતા કહ્યું હતું કે રઝા પર કેમ્પર અને જોશ લિટલ તરફ આક્રમક રીતે હુમલો કરવા, પોતાનું બેટ બતાવવા અને અમ્પાયરથી દૂર જવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. જ્યારે અમ્પાયરોએ તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ બે સિવાય જોશ લિટલ પર આઇસીસી દ્વારા સિકંદર રઝા સાથે શારીરિક સંપર્ક બનાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, કારણ કે રઝાએ ફરિયાદ કરી હતી કે લિટલ જ્યારે દોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેણે તેનો રસ્તો રોક્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button