ગાઝાની નીચે છે બીજું એક ગાઝા, આતંકીઓ માટે બન્યું ‘લાઈફલાઈન’
પાણીની પાઈપલાઈનનો આ રીતે કરી રહ્યા છે ઉપયોગ
ગાઝા પટ્ટીઃ ગાઝા પટ્ટીમાં રહેનારા લોકો અને હમાસના આતંકવાદીઓ એમ બંને લોકો માટે પોતાનો જીવ બચાવવા માટે ટનલનો ઉપયોગ કરી રહ્યા છે અને એનું નિર્માણ આતંકવાદીઓને પોતાની ગતિવિધિઓને સક્રિય રાખવા કર્યું છે, પરંતુ ચારેબાજુ ઈઝરાયલ હુમલાઓ કરી રહ્યું છે ત્યારે તેનાથી સંરક્ષ મેળવી રહ્યા છે, તેથી આ ટનલ હમાસના આતંકવાદીઓ અને નાગરિકો માટે લાઈફલાઈન બની રહી છે.
હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલ પર હુમલો કર્યા પછી તેની કિંમત આખી ગાઝા પટ્ટીના લોકોને ચૂકવવી પડી રહી છે, જેમાં સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટી, મુખ્ય માર્કેટ, હોસ્પિટલ અને રહેવાસી વસાહતો આવેલી છે. હમાસથી છંછેડાયેલા ઈઝરાયલ ચારે તરફથી હુમલા કરી રહ્યા છે, ત્યારે આ ટનલનો ઉપયોગ કરી રહ્યા છે.
આ ટનલનો ઉપયોગ લોકો પોતાનો જીવ બચાવવા માટે કરી રહ્યા છે, જે વાસ્તવમાં લાઈફલાઈન બની રહી છે, તેથી ઈઝરાયલ સામે હુમલો કરવામાં મદદ મળી રહી છે. કહેવાય છે કે ગાઝાની નીચે એક ગાઝા વસેલું છે, જ્યારે તેનું નિર્માણ પણ ટનલ મારફત કર્યું છે. આ ટનલનો મુખ્ય ઉદ્દેશ આતંકવાદીઓને સંરક્ષણ આપવાનો છે, જ્યારે આમ જનતાને મૂળભૂત સુવિધા આપવાનો છે. ગાઝાની ટનલનું નેટવર્ક ઈજિપ્તની સરહદની નીચે આવેલું છે. ગાઝા પર ઈઝરાયલના નિરંતર ઘેરાબંધી, મુશ્કેલીના સમયની સાથે હુમલાઓ દરમિયાન આ ટનલનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જ્યારે તેનો દર વખતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ ઉપરાંત, ગાઝામાં પાણીની પાઈપલાઈન નિર્માણ કરવામાં આવ્યું છે. હમાસના આતંકવાદીઓએ તેને ઉખાડીને તેના રોકેટ બનાવી દીધા છે. અને એ રોકેટ મારફત ઈઝરાયલ પર તાબડતોબ હુમલા કરી રહ્યા છે. 48 કિલોમીટર લાંબી પાઈપલાઈન હતી. ગાઝા પટ્ટીમાં પાણીની પાઈપલાઈનનું નિર્માણ માટે યુરોપિયન યુનિયને મદદ કરી હતી.
બ્રસેલ્સે પેલેસ્ટાઈનને મદદ કરવા માટે 100 મિલિયન યુરો એટલે 876 કરોડ રુપિયાની મદદ કરી હતી, પરંતુ હમાસના આતંકવાદીઓએ તેને ડોમેસ્ટિક રોકેટસમાં પરિવર્તિત કરી નાખી હતી. હવે સવાલ એ છે જે દેશને પાણીની પાઈપલાઈન માટે આંતરરાષ્ટ્રીય મદદ મળી હતી, પરંતુ હવે હમાસને કારણે ફરથી મદદ મળશે કે નહીં એનો સવાલ છે. સાતમી સપ્ટેમ્બર 2023ના ડ્રોન્સથી ગ્રેનેડનો હુમલો કર્યો હતો. એની સાથે 20 મિનિટમાં 5,000 રોકેટસનો મારો ચલાવ્યો હતો.