રોજ પતિ સાથે જમતી હતી મહિલા, સીસીટીવી ફૂટેજમાં જે જોવા મળ્યું એ જોઈને…
દુનિયામાં જે જન્મ લઈને આવે છે તેનું મૃત્યુ અવશ્ય થાય છે. આપણા જીવનના સફરમાથી કોઈ વ્યક્તિ આપણો સાથ છોડીને વઇ જાય છે તો તેનું ખુબજ દુખ થાય છે. દુનિયામાં અમર પ્રેમ નામની અનેક વાર્તાઓ પ્રખ્યાત છે. હાલમાં આવીજ એક સાચા પ્રેમની ઘટના ચીનના ચાંગકિંગમાથી સામે આવી છે. એક ફ્લેટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં જે જોવા મળ્યું તે જોઈને તમારી પણ આંખો ભરાઈ આવશે. વિડિયોમાં ચીનમાં રહેતી એક 82 વર્ષની મહિલા તેના ‘પતિ’ સાથે ભોજન કરી કરતી જોવા મળી રહી છે. પણ આ આખી વાતમાં જાણવા જેવુ એ છે કે આ મહિલાના પતિનું 23 વર્ષ પહેલા અવસાન થયું હતું અને આ મહિલા તેના પતિનો માત્ર ફોટોને ટેબલ પર રાખીને ભોજન કરી રહી છે. મહિલાએ ટેબલ પર બે બાઉલ (વાટકા) રાખ્યા છે જેમાં તેના બાઉલમાં ઓછું અને તેના પતિના બાઉલમાં વધારે જમવાનું પીરસ્યું છે.
વાઇરલ થતાં આ વિડિયોમાં મહિલા તેના પતિના સામે રાખેલા બાઉલને વારંવાર આગળ સરકાવતી જોવા મળી રહી છે. માહિતી મુજબ આ મહિલાના પતિનું મોત 23 વર્ષ પહેલા થઈ ચૂક્યું હતું. તેમની પૌત્રીએ જણાવ્યુ હતું કે આ કોઈ તેના દાદાની વરસી નથી મારી દાદી 23 વર્ષોથી મારા દાદાની તસવીર સાથે બેસિને જમે છે. આ ઈમોશનલ વિડિયોને ડોઇંગ એપ પર 20 લાખથી વધારે વ્યુઝ મળ્યા છે અને ભારતમાં બેન એપ ટીકટોક પર પ્રેમનું સાચું ઉદાહરણ કેપ્શન આપીને શેર કરવામાં આવી રહ્યો છે.
આ વાઇરલ વિડિયો પર લાખો કમેન્ટસ કરવામાં આવી રહ્યા છે. એકે લખ્યું – મહિલા તેના પતિની તસવીર સામે જોઈને પહેલાની જેમ વાતો કરતી હશે કે જુઓ આજે મે તમારું મન પસંદ જમવાનું બનાવ્યું છે. બીજા એ લખ્યું – જ્યારે હું નાનો હતો ત્યારે મારી દાદીને આવું કરતાં વિચારતો કે તે જમવાનો બગાડ કરી રહી છે પણ હવે મને તમનો પ્રેમ સમજાય છે.
ચીનમાં આવા પ્રેમના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં એક વ્યક્તિએ તેની 14મી એનિવર્સરી પર તેની પત્ની સાથે ફરીથી લગ્ન કરી તેને ભેટ આપી હતી. આ પહેલા પૈસાની અછત ને લીધે તે એનિવર્સરી ઉજવી શક્યો ન હતો. આ કપલના વિડિયોને પણ લોકો વડે ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.