મહિલાએ ભજન ગાતા ગાતા બાળકને જન્મ આપ્યો અને…..
ભારતની સંસ્કૃતિ ભવ્ય છે અને ભારતીયો પાસે આજે જે પણ વારસો છે તે કોઈને કોઈ રીતે વિજ્ઞાન સાથે જોડાયેલો છે. હિન્દુ સનાતન ધર્મ પણ ક્યારેક એવી બાબતો સમજાવી જાય છે કે જેને જાણીને આપણને એ વાતનો ગર્વ થાય કે આ આપણી ભારતીય સંસ્કૃતિ છે અને તેને જો થોડાક ઊંડાણથી સમજીએ તો તેની સાથે વિજ્ઞાન પણ જોડાયેલું હોય છે. અને આજે એ સંસ્કૃતિને આજે વિદેશના લોકો પણ અપનાવી રહ્યા છે.
ભારતીયમાં ગર્ભ સંસ્કાર ખૂબજ મહત્વના છે અને એજ રીતે બાળકને જન્મ આપવાની પદ્ધતિ પણ ઘણી મહત્વની છે. બાળકને જન્મ આપતી ભગવાવવી પૂજા અર્ચના કરવાનો રિવાજ ભારતીય સંસ્કૃતિમાં વર્ષોથી ચાલતો આવે છે ત્યારે પ્રસૂતિની પીડા પણ સામાન્ય થઈ જાય છે. આવી જ એક ઘટના સિએટલમાં રહેતી બિફી હેલ સાથે બની.
બિફી જ્યારે પ્રેગનેન્ટ થઈ ત્યારે તેને ભારતીય સંસ્કૃતિમાં થતા ગર્ભ સંસ્કાર અને બાળકને જન્મ આપતી વખતે ભગવાનની પૂજા અર્ચના વિશે સાંભળ્યું હતું. બિફી તેની ગર્ભાવસ્થામાં દરેક બાબતનું ધ્યા રાખતી હતી અને જ્યારે બિફીને લેબર પેઇન શરૂ થયું ત્યારે તે 5 કલાક સુધી ભજન અને મનપસંદ ગીતો ગાતી રહી. અને તેનો પતિ ગિટાર વગાડતો રહ્યો અને બંને એક સુંદર લાગણી સાથે બાળકને આ દુનિયામાં લઈ આવ્યા. બિફીએ જણાવ્યું હતું કે ભજન ગાવાને કારણે તે વિચલિત થઈ ગયો અને તેને દુખાવો ન થયો.
31 વર્ષીય બિફી હેલ અને તેના પતિ બ્રાન્ડને તેમની સ્ટોરી દુનિયા સાથે શેર કરી હતી. બિફીએ કહ્યું અમે બાળકને કુદરતી રીતે ઘરે જ જન્મ આપવા માંગતા હતા. પરંતુ ગર્ભાવસ્થાના 42મા અઠવાડિયામાં સમસ્યાઓ શરૂ થઈ. અમે હોમ ડિલિવરી માટે એક નર્સને રાખી હતી જ્યારે લેબર પેઇન શરૂ થયું ત્યારે નર્સે હોસ્પિટલ જવાની સલાહ આપી. પણ મેં ઘરે જ રહેવાનું નક્કી કર્યું હતું.
અને જ્યારે મને પેઈન શરૂ થયું ત્યારે મેં મારા પતિને કહ્યું તમે ગિટાર વગાડો અને હું ગાઉં. મેં ઘણાં ભજનો અને મનપસંદ ગીતો ગાયાં. તમે માનશો નહીં. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ મારી પીડા ઓછી થવા લાગી. અમે 5 કલાક સુધી ગીતો ગાતા રહ્યા. અમારી નર્સ પણ અમારી સાથે જોડાઈ. અને ધીરે ધીરે મારી પીડા સંપૂર્ણપણે ઓછી થઈ ગઈ હતી. પુત્ર જેકનો જન્મ રાત્રે 8:20 વાગ્યે થયો હતો. તેનું વજન બરાબર 7 પાઉન્ડ હતું. જન્મ પછી અમે તેના માટે ગીતો અને ભજનો ગાયા. એવું લાગતું હતું કે તે સૂર સાંભળીને ખૂબ જ ખુશ થયો હતો.