ઇન્ટરનેશનલ

વિમાનમાં બોમ્બના સમાચારથી ધમાસાણ અને પછી નીકળ્યું કંઇક આવું?

હવાઇ મુસાફરીમાં મુસાફરોની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તે માટે થઇને મુસાફરો એ બે થી ત્રણ કલાક પહેલા એરપોર્ટ પર ચેકઇન કરવાનું હોય છે અને તેમજ તેમનો તમામ સામાન પણ ખૂબજ સારી રીતે ચેક કરવામાં આવે છે. જેથી કરીને કોઇ પ્રતિબંધ વાળી વસ્તુ કોઇ બીજી જગ્યાએ જતી ના રહે. અને જ્યારે વિમાન ટેકઓફ કરે અને તેના પછી જો વિમાનમાં કંઇ પ્રોબ્લેમ હોવાના ન્યુઝ મળે તો વિમાનમાં હાજર લોકોમાં ડર વ્યાપી જાય છે કારણકે તે વખતે તે તમામ મુસાફરો હવામાં હોય છે અને તે ત્યાંથી કોઇ જગ્યાએ જઇના શકે.

આવી જ એક ઘટના અમેરિકામાં બની જેમાં વિમાનમાં બોમ્બ હોવાના સમાચાર મળતાં અમેરિકામાં ખળભળાટ મચી ગયો હતો. વિમાનને અડધે રસ્તેથી પાછું બોલાવવામાં આવ્યું અને દૂર એક એરસ્ટ્રીપ પર લઈ જવામાં આવ્યું. ત્યાં સુધીમાં તો બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડ પણ વિમાનને જેયાં ઉતારવાનું હતું ત્યાં પહોંચી ગયા હતા. જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે શંકાસ્પદ વસ્તુ બોમ્બ નહીં પરંતુ એક ડાઇ પર હતું જે જોઇને સુરક્ષાકર્મીઓ અને તમામ સ્ટાફ ચકરાવે ચડી ગયો હતો.

અમેરિકાના પનામા સિટીથી ફ્લોરિડાના ટેમ્પા શહેર જઈ રહેલા એક વિમાને બોમ્બ હોવાની માહિતી મળતાં વિમાનને ટોક્યુમેન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું. જો કે બાદમાં તપાસ કરતા જાણવા મળ્યું કે વિમાનમાં કોઇ બોમ્બ હતો જ નહિ.

એરપોર્ટની સુરક્ષા ટીમના વડા જોસ કાસ્ટ્રોએ જણાવ્યું હતું કે પ્લેનના એક શૌચાલયમાં જે શંકાસ્પદ વસ્તુ રાખવામાં આવી હતી તે વાસ્તવમાં પુખ્ત વ્યક્તિનું ડાયપર હોવાનું બહાર આવ્યું હતું. કાસ્ટ્રોએ કહ્યું અમારી પાસે એક સુરક્ષિત રનવે હતો, જ્યાં પોલીસ ડોગ સ્ક્વોડ અને વિશેષ દળોએ શંકાસ્પદ વસ્તુની તપાસ કરી અને બાદમાં જાણવા મળ્યું કે તે પુખ્ત ડાયપર હતું. પરંતુ મુસાફરો ખૂબજ ડરી ગયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button