પેન્ટાગોનમાં પિઝાના ઑર્ડર કેમ વધવા લાગ્યા, શું ફરી કંઈ નવાજૂની થવાની છે, જાણો વિગતવાર…

સામાન્ય રીતે દેશ દુનિયામાં મોટી હલચલ થવાની હોય ત્યારે પહેલા પશુ પ્રાણી આભાસ થાય છે એવી વાતો આપણે સાંભળી છે, અને ક્યાંકને ક્યાંક વીડિયોમાં જોવા પણ મળતું હોય છે. પણ અમેરિકાનું એક એવું રાજ્ય છે. જેમાં આવા અનુમાન પિઝાના વેચાણના આધારે થાય છે.
તમે આ સાંભળી ચોંકી જશો પણ આ વાત ખરી છે. અમેરિકાના પેન્ટાગોનની આસપાસ પિઝાના ઓર્ડરમાં અચાનક વધારો થાય તો તેને મોટી સુરક્ષા કટોકી કે સૈન્ય ગતિવિધિના સંકેત તરીકે જોવામાં આવે છે. જેને ‘પેન્ટાગોન પિઝા ઈન્ડેક્સ’ કહેવાય છે. ગત શુક્રવારે આવો જ ટ્રેન્ડ જોવા મળ્યો, જેણે સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે.
શુક્રવારે પિઝા ઓર્ડરમાં ઉછાળો
શુક્રવારે બપોરે 1 વાગ્યે (ઈટી) પેન્ટાગોન નજીકની પિઝા દુકાનોમાં ઓર્ડરમાં અચાનક વધારો નોંધાયો. સોશિયલ મીડિયા એકાઉન્ટના રિપોર્ટમાં જણાવાયું કે ફ્રેડીઝ બીચ બારમાં સામાન્ય કરતા વધુ ભીડ જોવા મળી, જ્યારે અન્ય દુકાનોમાં મિશ્ર પરિસ્થિતિ હતી—કેટલીક દુકાનો ખાલી હતી, તો કેટલીક પર 15 મિનિટનો વેઈટિંગ ટાઈમ હતો.
આ ટ્રેન્ડ સાંજે 7:36 સુધી ચાલુ રહ્યો, જેનાથી સોશિયલ મીડિયા પર પેન્ટાગોનમાં કોઈ મોટી ઘટનાની અટકળો શરૂ થઈ.
સોશિયલ મીડિયા પર ચર્ચાનો દોર
આ ડેટા વાયરલ થતાં જ એક્સ પર યુઝર્સે અનેક પ્રશ્નો ઉઠાવ્યા. એક યુઝરે લખ્યું કે પિઝાટો પિઝા, જે મધરાત પછી પણ ખુલ્લું રહે છે, ત્યાં ઓર્ડરમાં 303%નો વધારો થયો.
અન્ય યુઝરે તાત્કાલિક અપડેટની માગણી કરી, જ્યારે એકે સીધો સવાલ કર્યો, “આખરે શું ચાલી રહ્યું છે?” ‘ધ પેન્ટાગોન રિપોર્ટ’ અનુસાર, 27 અને 28 ઓગસ્ટે પણ આવો જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો, જેનાથી લોકોની ઉત્સુકતા વધી છે.
પેન્ટાગોન પિઝા ઈન્ડેક્સનો ઈતિહાસ
પેન્ટાગોન પિઝા ઈન્ડેક્સ થિયરી એવું માને છે કે જ્યારે પેન્ટાગોનમાં કટોકટી આવે છે, ત્યારે અધિકારીઓ અને કર્મચારીઓની લાંબી ડ્યૂટીને કારણે પિઝાની માગ અચાનક વધે છે. આ થિયરીને સમર્થન આપતાં ઐતિહાસિક ઉદાહરણો પણ છે.
1990માં, જ્યારે સદ્દામ હુસેન દ્વારા કુવૈત પર હુમલો થયો, તેની એક રાત પહેલાં વૉશિંગ્ટન ડી.સી.માં પિઝા ઓર્ડરમાં ઉછાળો આવ્યો હતો. ડોમિનોઝના માલિક ફ્રેન્ક મીક્સે દાવો કર્યો હતો કે 1991ના ઑપરેશન ડેઝર્ટ સ્ટોર્મ અને ઈરાન પરના હુમલા પહેલા પણ આવું જ બન્યું હતું, જે અમેરિકાની અગાઉથી તૈયારી સૂચવે છે.
આ પણ વાંચો…હોસ્ટેલમાં પિઝા ઑર્ડર કરવાની મનાઇ કારણ કે…..