મોસાદની 'બ્લેક વિડો' નહીં, પણ 'આ' છે દુનિયાની ખતરનાક મહિલા જાસૂસ | મુંબઈ સમાચાર

મોસાદની ‘બ્લેક વિડો’ નહીં, પણ ‘આ’ છે દુનિયાની ખતરનાક મહિલા જાસૂસ

ઈઝરાયલે 13 જૂન, 2025ના રોજ ઈરાન પર ‘ઓપરેશન રાઈઝિંગ લાયન’ શરૂ કર્યું, જેનો ઉદ્દેશ ઈરાનની પરમાણુ કાર્યક્રમને નષ્ટ કરવાનો હતો. આ હુમલામાં ઈઝરાયલના લડાકુ વિમાનોએ પરમાણુ ઠેકાણાઓને નિશાન બનાવ્યા અને ઈરાનના પરમાણુ વૈજ્ઞાનિકો તેમજ ઉચ્ચ સૈન્ય અધિકારીઓને લક્ષ્ય બનાવ્યા. આ હુમલા એટલા સચોટ હતા જેની જાણકારી માત્ર જાસૂસ જ આપી શકે. આ ઘટના બાદ જાસૂસ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. જેમાં મોસાદની જાસૂસ ‘બ્લેક વિડો’ નામે ઓળખાતી કેથરીન પેરેઝ શેકેડનું નામ મોખરે હોય છે. પરંતુ આજે આપણે જાણીતી એક એવી મહિલા જાસૂસની વાત જેણે આખા યુરોપને પોતાના ઈશારે નચાવ્યું હતું. આ જાસૂસનું નામ માતા હારી છે.

ઈરાન પર ઈઝરાયલનો સચોટ હુમલો

ઈઝરાયલે દરેક હુમલા ટાર્ગેટ વિષેની દરેક માહિતી રિઅલ ટાઈમ સ્થિતિ જાણી કર્યા હતા. ઈઝરાયલના તમામ હુમલા સચોટ હોવાનું મુખ્ય કારણ પણ એ જ હતું કે તેઓ પાસે ટાર્ગેટ વિષેની પુરતી માહિતી હતી. ઈરાનની તપાસમાં મોસાદની જાસૂસ કેથરીન પેરેઝ શેકેડની ભૂમિકા સામે આવી છે, જેણે આ ઓપરેશનને ચતુરાઈથી પૂર્ણ કર્યું. આ ઘટનાએ જાસૂસીની દુનિયાને હચમચાવી દીધી, પરંતુ ઈતિહાસમાં માતા હારી એક એવું નામ છે જે આજે પણ એક મોટું રહસ્ય છે.

માતા હારીની રહસ્યમય શરૂઆત

1876માં નેધરલેન્ડ્સમાં જન્મેલી ગેર્ટ્રુડ માર્ગરેટ ઝેલે, જે માતા હારી તરીકે ઓળખાઈ, એક ડાન્સર તરીકે પ્રખ્યાત થઈ. 1905માં પેરિસ આવ્યા બાદ તેમની સુંદરતા અને નૃત્યનો જાદુ યુરોપભરમાં છવાઈ ગયો. ફ્રાન્સ અને જર્મનીના ઉચ્ચ સૈન્ય અધિકારીઓ પણ તેમના નૃત્યના મનમોહિત બન્યા. આ જ એ સમય હતો જ્યારે માતા હારીએ જાસૂસીની દુનિયામાં પ્રવેશ કર્યો અને ફ્રાન્સ માટે જર્મનીના ઘણા રહસ્ય ખોલ્યા. જોકે, તેમના પર ડબલ એજન્ટ હોવાનો પણ આરોપ હતો.

ધરપકડ અને રહસ્યમય અંત

1917માં જર્મની માટે જાસૂસીના આરોપમાં માતા હારીની ધરપકડ થઈ. કોર્ટમાં તેમણે પોતાને હંમેશાં ડાન્સર જ ગણાવી, જાસૂસ હોવાનું ક્યારેય સ્વીકાર્યું નહીં. છતાં, આરોપો સાબિત થતાં તેમને મૃત્યુદંડની સજા થઈ. આંખો પર પટ્ટી બાંધીને તેમને ગોળીઓથી ઠાર કરવામાં આવ્યા હતા, જ્યારે માતા હારીનું મૃત્યુ એક રહસ્ય બની રહ્યું – તેઓ ફ્રાન્સ કે જર્મની માટે કામ કરતા હતા? પરંતુ એક વાત સ્પષ્ટ હતી કે બંને દેશોના ઉચ્ચ અધિકારીઓએ તેમની સામે પોતાના રાજ ખોલી દીધા હતા.

આ પણ વાંચો…… ખરેખર?! માતાહારીને ફાયરિંગ સ્કવોડે વીંધી નાખી, મસ્તક થયું ગાયબ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button