‘ગેમ ઓફ થ્રોન્સ’ની આ અભિનેત્રીએ છૂટાછેડાના 3 મહિનાની અંદર જ સગાઇ કરી લીધી
હોલિવુડના સૌથી લોકપ્રિય કપલ્સમાંના એક ગણાતા પ્રખ્યાત સિંગર Joe jonas અને અભિનેત્રી sophie turnerના છૂટાછેડાને માંડ થોડો જ સમય વીત્યો હશે, તેવામાં તેની સગાઇના સમાચાર ઇન્ટરનેટ પર છવાઇ રહ્યા છે. સોફીએ જો જોનસ સાથે છૂટાછેડા થયાના ફક્ત 3 મહિનાની અંદર જ હાલના તેના બોયફ્રેન્ડ પેરેગ્રીન પિયર્સન સાથે સગાઇ કરી લીધી છે.
તાજેતરમાં જ હીથ્રો એરપોર્ટ પર સોફી ટર્નર એકદમ ખુશખુશાલ ચહેરે તેની આંગળીમાં એક ગોલ્ડ રીંગ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. તે બ્રિટનના ઉદ્યોગપતિ પેરેગ્રીન પિયર્સન સાથે રિલેશનશીપમાં છે. જો કે હજુસુધી તેણે આ અંગે ઓફિશીયલ જાહેરાત કરી નથી. તેના એરપોર્ટ લુક સહિત ગોલ્ડ રિંગની તસવીરો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઇરલ થઇ રહી છે.
સોફીએ થોડા દિવસો પહેલા જ એક ઇન્ટરવ્યુમાં તેના અને પેરેગ્રીન વચ્ચેના સંબંધો જાહેરમાં સ્વીકાર્યા હતા. તે અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાની અને પેરેગ્રીનની તસવીરો પણ મુકતી હોય છે. તો બીજી તરફ સોફીના એક્સ હસબન્ડ જો જોનસ જે પ્રિયંકા ચોપરાનો દિયર થાય છે, એટલે કે નિક જોનસનો ભાઇ, તેને પણ હમસફર મળી ગઇ છે.
જો જોનસ બોલીવુડની મોડલ સ્ટોર્મી બ્રી સાથે રિલેશનશીપમાં છે. સોફી સાથે ડિવોર્સની પ્રક્રિયા દરમિયાન તેણે રોમેન્ટિક ટ્રીપ પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે જો જોનસ અને સોફી ટર્નર લગભગ 4 વર્ષના લગ્નજીવનનો અંત આણ્યો હતો. બંને 2 બાળકીઓના માતાપિતા છે.