અમેરિકામાં ભારતીય પરિવારને કાળ ભરખી ગયો: અકસ્માત બાદ કારમાં સળગી ઉઠતા 4 ના મોત

ડલ્લાસ: સોમવારે અમેરિકાના ડલ્લાસમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પુરપાટ વેગે જતા એક ટ્રકે એક કારને ટક્કર મારી હતી, આ અકસ્માતમાં ભારતીય પરિવારના ચાર લોકોને મોત નિપજ્યા હતાં, મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે.
હૈદરાબાદના રહેવાસી યુગલ વેંકટ બેજુગમ ઉર્ફે શ્રી વેંકટ અને તેજસ્વિની ચોલેતી તેમના બે બાળકો સિદ્ધાર્થ અને મૃદા બેજુગમ સાથે યુ.એસ.માં વેકેશન ગાળવા ગયા હતાં, તેઓ ડલ્લાસમાં રોકાયા હતાં. તેમના સંબંધીઓને મળવા તેઓ કાર લઇને એટલાન્ટા ગયા હતાં, તેઓ ડલ્લાસ પરત ફરી રહ્યા હતાં ત્યારે આ માર્ગ અસ્ક્માત સર્જાયો હતો.
આપણ વાંચો: દહિસર ટોલનાકા પાસે વિચિત્ર અકસ્માતમાં ટોલ બૂથના કર્મચારીએ જીવ ગુમાવ્યો…
મૃતદેહો સપૂર્ણ રીતે સળગી ગયા:
ઘટનાની જાણકારી મુજબ ગ્રીન કાઉન્ટી પાસે આ અકસ્માત સર્જાયો હતો. એક મીની-ટ્રક રોંગ સાઈડમાં પુરપાટ વેગે આવી રહ્યો હતો, જે કાર સાથે અથડાયો હતો. આ ટક્કરને કારણે કારમાં આગ લાગી ગઈ. ભયાનક આગમાં કાર સંપૂર્ણ રીતે બળી ગઈ, મૃતદેહો પણ સપૂર્ણ રીતે સળગી ગયા. અધિકારીઓએ મૃતદેહોના અવશેષો ફોરેન્સિક એનાલિસિસ માટે મોકલી આપ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ફાયર બ્રિગેડ આગ બુઝાવે ત્યાં સુધીમાં મૃતદેહો સંપૂર્ણ રીતે સળગી ગયા હતાં, ફક્ત હાડકાં જ બચ્યા હતા. DNA ટેસ્ટની મદદથી ઓળખની પુષ્ટિ થયા બાદ, મૃતદેહના અવશેષો પરિવારને સોંપવામાં આવશે.
આપણ વાંચો: પાંચ મહિનામાં રેલ અકસ્માતમાં કેટલા લોકોના થયાં મૃત્યુ, જાણો લેટેસ્ટ રિપોર્ટ?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અકસ્માત બાદ સળગી રહેલી કારનો વિડીયો શેર કરવામાં આવ્યો છે.
(મુંબઈ સમાચાર આ વિડિઓની પુષ્ટિ કરતું નથી.)
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીમ એઇડ નામની એક સંસ્થા અધિકારીઓ અને ભારતીય કોન્સ્યુલેટ સાથે મળીને મૃતદેહોને ભારત મોકલવા માટે કામ કરી રહી છે.
ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં યુએસમાં આવી જ ઘટના બની હતી. ટેક્સાસમાં એક ભારતીય મૂળના દંપતી અને તેમની પુત્રીનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું, જેમાં તેમનો કિશોર ઉંમરનો પુત્ર બચી ગયો હતો. સામેથી આવતા વાહન સાથે તેમની કર અથડાતા કારમાં આગ લાગી ગઈ હતી.