ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ડેમોક્રેટિક પક્ષે કમલા હેરિસની ઉમેદવારી પર મહોર મારી, ટ્રમ્પને ટક્કર આપશે

વોશિંગ્ટન: આ વર્ષના અંતે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી (US Presidential election) યોજવાની છે, ડેમોક્રેટિક પાર્ટીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ(Kamala Harris)ને આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે તેના સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. 5 નવેમ્બરે યોજાનારી અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી માટે કમલા હેરિસ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે મેદાનમાં છે.

કમલા હેરિસની ઉમેદવારીની જાહેરાત ડેમોક્રેટિક નેશનલ કમિટીના ચેરમેન જેમી હેરિસન દ્વારા સમર્થકો સાથેની વાતચીત દરમિયાન કરવામાં આવી હતી. આ અંગે વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે જણાવ્યું હતું કે, “યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ માટે સંભવિત ડેમોક્રેટિક નોમિની તરીકે હું આનંદ અનુભવું છું.”
ડેમોક્રેટિક પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા બાદ કમલા હેરિસે ટ્વીટ કર્યું કે 2025 માટે ટ્રમ્પની યોજના અમેરિકાને અંધકારમય ભૂતકાળમાં લઈ જવાની છે. તે ખરાબ આર્થિક નીતિઓ અમલમાં મૂકશે, અબજોપતિઓને ટેક્સમાં છૂટ આપશે અને વિદ્યાર્થીઓની લોન માફી બંધ કરશે. શું તમે વિશ્વાસ કરી શકો છો કે તેઓએ આ બધું લેખિતમાં આપ્યું છે?

વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડેને જુલાઈ 20 ના રોજ બીજી મુદત માટેની રેસમાંથી ખસી જવાની જાહેરાત કરી હતી, બાદ કમલા હેરીસનું નામ સામે આવ્યું હતું. કમલા હેરીસ 6 ઓગસ્ટથી એ રાજ્યોના ચાર દિવસના પ્રવાસ પર જશે જ્યાં મુકાબલો રસાકસી ભર્યો છે. ડેમોક્રેટિક પક્ષની ચૂંટણી પ્રચાર ટીમે 1 ઓગસ્ટના રોજ આની જાહેરાત કરી હતી.

અમેરિકન મીડિયામાં પ્રકાશિત અહેવાલો અનુસાર, પેન્સિલવેનિયાના ગવર્નર જોશ શાપિરો, એરિઝોનાના સેનેટર માર્ક કેલી અને મિનેસોટાના ગવર્નર ટિમ વાલ્ઝ ડેમોક્રેટિક પાર્ટી તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ટોચના ઉમેદવારોમાં સામેલ છે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અમિતાભ બચ્ચને ઐશ્વર્યાને ક્યારે વહુ તરીકે નથી જોઈ, અમારા માટે અઘરું હતું સ્વીકારવું કે… તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ… સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ? બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓ પણ છે બિઝનેસ વુમન, રળે છે કરોડોની કમાણી