Top Newsઇન્ટરનેશનલ

થાઇલેન્ડમાં 18 વર્ષીય યુવકે શાળામાં કર્યું અંધાધૂંધ ફાયરિંગ, ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ…

હાટ યાઈ: થાઇલેન્ડમાં એક બંદૂકધારી યુવકે એક શાળામાં ઘૂસીને અંધાધૂંધ ગોળીબાર કર્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ ફાયરિંગમાં શાળાના ડિરેક્ટર અને એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયા છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ યુવક પોતાની બહેનને મળેલી સજાથી નારાજ હતા તેના કારણે ફાયરિંગ કર્યું હતું. જો કે પોલીસે આ યુવકની ધરપકડ કરીને પુછપરછ શરૂ કરી દીધી છે.

હાટ યાઈ જિલ્લાની એક શાળામાં અંધાધૂંધ ગોળીબાર

ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો, દક્ષિણ થાઈલેન્ડના હાટ યાઈ જિલ્લામાં એક શાળામાં ગોળીબારની ઘટના બની છે. જેમાં આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. આરોપીએ ગોળીબાર કરીને શિક્ષકો અને બાળકોને બંધક બનાવી લીધા હતા. શાળાનો સમય પૂરો થવા આવ્યો ત્યારે આરોપીએ શાળામાં ઘુસીને ગોળીબાર કરીને દહેશત ફેલાવી દીધી હતી. પોલીસે આપેલી વિગતો પ્રમાણે ગોળીબાર કરનાર બંદૂકધારીને કસ્ટડીમાં લેવામાં આવ્યો અને તેની પુછપરછ શરૂ કરી દેવામાં આવી છે.

18 વર્ષીય યુવકે શાળામાં કર્યો ગોળીબાર

પોલીસના જણાવ્યાં પ્રમાણે સોંગખલા પ્રાંતના હાટ યાઈમાં પટોંગપ્રથાનાકિરીવાત શાળામાં એક 18 વર્ષનો છોકરોબંદૂક સાથે ઘૂસ્યો અને અંધાધૂન ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આરોપીની ધરપકડ કરીને તમામ બંધકોને છોડાવી લેવામાં આવ્યાં હોવાનું મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જાણવા મળ્યું છે.

થાઇલેન્ડમાં આવા હુમલા થવાની આ પહેલી ઘટની નથી. ત્યાં બંદૂક દ્વારા અનેક વખત હુમલાઓ થયા છે. આ પહેલાની વાત કરવામાં આવે તો, 2022માં નોંગ બુઆ લામફુ પ્રાંતના ડે-કેર સેન્ટરમાં પૂર્વ પોલીસ અધિકારીએ અંધાધૂન ફાયરિંગ કર્યું હતું. જેમાં 22 બાળકો સહિત 36 લોકોના મોત થયાં હતાં. આજની આ ફાયરિંગની ઘટનામાં હજી મોતના કોઈ સમાચાર પ્રકાશમાં આવ્યાં નથી.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button