અમેરિકામાં પ્લેન ક્રેશ થઈને ટ્રક પર પડ્યું અને આગ લાગી; સદનસીબે જાનહાનિ ટળી...
Top Newsઇન્ટરનેશનલ

અમેરિકામાં પ્લેન ક્રેશ થઈને ટ્રક પર પડ્યું અને આગ લાગી; સદનસીબે જાનહાનિ ટળી…

ટેક્સાસ: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ પ્લેન ક્રેશના સમાચાર ગુજરાત માટે ‘ટાણે તાજું કરનારા’ દેશી મહાવરા સમાન બની રહે છે. ત્યારે તાજેતરમાં અમેરિકામાં આવી જ એક ઘટના ઘટી હતી, જેમાં એક પ્લેન ક્રેશ થયા બાદ તેમાં આગ ભભૂકી ઉઠી હતી અને ક્રેશ થયા બાદ તે પ્લેન નજીકમાં ઊભેલા ટ્રક પર જઈને પડ્યું હતું. જો કે સદનસીબે કોઈ જાનહાનિ નથી સર્જાય.

મળતી વિગતો અનુસાર, અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં ટેરન્ટ કાઉન્ટી સ્થિત હિક્સ એરફિલ્ડ નજીક એક નાનું વિમાન (Plane) ક્રેશ થતાં તેમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિમાન ક્રેશ થયા બાદ નજીકમાં ઊભેલા ટ્રકો પર પડ્યું હતું, જેના કારણે આગ ફાટી નીકળી હતી.

ફોર્ટ વર્થ ફાયર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, વિમાન ક્રેશની આ ઘટના બપોરે લગભગ દોઢ વાગ્યે બની હતી. સદભાગ્યે, આ ઘટનામાં અત્યાર સુધી કોઈના ઘાયલ થવાની કે મૃત્યુ થવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ઘટનાની માહિતી મળતા જ ઇમરજન્સી ક્રૂ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.

તપાસ શરૂ થશે
આ ઘટનાની જાણ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) ને કરવામાં આવી છે. આ બંને એજન્સીઓ ટૂંક સમયમાં જ આ મામલે તપાસ શરૂ કરે તેવી અપેક્ષા છે. જે સ્થળે આ દુર્ઘટના બની તે ફોર્ટ વર્થ અલાયન્સ એરપોર્ટ અને ફોર્ટ વર્થ મીચમ એરપોર્ટ વચ્ચેનો વિસ્તાર છે.

જે ડલ્લાસ-ફોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટની નજીક આવેલો છે. સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ, આ દુર્ઘટનાગ્રસ્ત વિમાને ક્યાંથી ઉડાન ભરી હતી અને ક્યાં જવાનું હતું તે અંગેની સત્તાવાર માહિતી હજુ સુધી પ્રાપ્ત થઈ નથી. વધુ વિગતો મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે.

આ પણ વાંચો…રશિયામાં પ્લેન ક્રેશ: હેલિકોપ્ટરને મળ્યો વિમાનનો ‘સળગતો ભાગ’, જુઓ વાયરલ વીડિયો

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button