ટેસ્લાની આ નવી ઓફર ઈલોન મસ્કને વિશ્વનો પહેલો ટ્રિલિયનેર બનાવશે? જાણો શું છે વિગત…

વોસિંગ્ટન ડીસી, અમેરિકાઃ ટેસ્લાના બોર્ડ સીઆઈઓ ઈલોન મસ્ક ફરી કંઈક નવું લઈને આવી રહ્યા છે. જો આ યોજના સંપૂર્ણ રીતે લાગુ થઈ ગઈ તો પછી તે દુનિયાનો પહેલા ખરબપતિ બની ગયો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આગામી દાયકામાં ટેસ્લાના શેરબજાર મૂલ્યમાં 8 ગણો વધારો કરવાની જરૂર પડશે. આ યોજના થકી ટેસ્લાના 423.7 મિલિયન વધુ શેર મેળવી શકે છે, જે હાલમાં 143.5 બિલિયન ડોલરનું મૂલ્ય ધરાવે છે.
શું ટેસ્લાનું માર્કેટ 8.5 ટ્રિલિયન ડોલર સુધી જશે?
ઈલોન મસ્કને બધા શેર ખરીદવા માટે ટેસ્લાની બજાર કિંમત વર્તમાનમાં 1.1 ટ્રિલિયન ડોલર જેટલી છે તેને 8.5 ટ્રિલિયન ડોલર સુધી લઈ જવી પડશે. આ આજની સૌથી મૂલ્યવાન કંપની Nvidia ના મૂલ્ય કરતાં લગભગ બમણું છે. 6 નવેમ્બરના રોજ કંપનીની વાર્ષિક બેઠક થવાની છે તેવું મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જાણવા મળ્યું છે. આ બેઠકમાં શેરધારકોની મંજૂરી મળ્યા પછી તમામ વળતર ટેસ્લાના શેરમાં ચૂકવવામાં આવશે. મસ્કને ઓછામાં ઓછા સાડા સાત વર્ષ સુધી ટેસ્લામાં રહેવું પડશે અને સંપૂર્ણ ચુકવણી 10 વર્ષ પછી જ શક્ય બનશે.
આ પણ વાંચો : ચીન પર હુમલાની ફાઈલ હવે ઈલોન મસ્કના હાથમાં? પેન્ટાગોનની મુલાકાત પણ લેશે…
ટેસ્લા બોર્ડના અધ્યક્ષે ઈલોન અને ટેસ્લા મામલે શું કહ્યું?
ટેસ્લાએ છેલ્લા 10 વર્ષમાં માર્કેટમાં સારી એવી કમાણી કરી લીધી છે. ટેસ્લાએ ઈલોન મસ્કને પણ સારી એવી સંપત્તિના માલિક બનાવ્યાં છે. અત્યારે તેની ગણના વિશ્વના ધનિક લોકોમાં તો થાય જ છે, પરંતુ હવે તેની સંપત્તિમાં હજી પણ વધારો થવાનો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ટેસ્લા બોર્ડના અધ્યક્ષ રોબિન ડેનહોમ અને ડિરેક્ટર કેથલીન વિલ્સન-થોમ્પસને કહ્યું હતું કે, ‘ઈલોનને જાળવી રાખવા અને તેને પ્રોત્સાહન આપવું ટેસ્લા માટે આ લક્ષ્યો હાંસલ કરવા અને ઇતિહાસની સૌથી મૂલ્યવાન કંપની બનવા માટે ખૂબ જ જરૂરી છે’
આ પણ વાંચો : ઈલોન મસ્કની કંપની X એ ભારત સરકાર સામે કોર્ટ કેસ દાખલ કર્યો, લગાવ્યા ગંભીર આરોપ…