ઇન્ટરનેશનલ

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદી હુમલોઃ 10 જવાનનાં મોત…

પેશાવરઃ પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકવાદીઓએ સુરક્ષા દળોની ચોકી પર હુમલો કર્યો હતો જેમાં 10 સૈનિકો માર્યા ગયા અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી હતી.

આ પણ વાંચો : Pakistan પર ભડક્યા ફારૂક અબ્દુલ્લા, કહી આ મોટી વાત

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ગુરુવારે ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લાના દારબાન વિસ્તારમાં એક ચેક પોસ્ટ પર થયેલા હુમલા બાદ થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા જવાનો માર્યા ગયા હતા. અધિકારીના જણાવ્યા અનુસાર, હુમલા બાદ તરત જ સૈનિકોની એક ટુકડી સ્થળ પર પહોંચી ગઈ હતી અને હુમલાખોરોને પકડવા માટે મોટાપાયે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

અન્ય એક અધિકારીએ જણાવ્યું કે હુમલામાં 10 સૈનિકોએ જીવ ગુમાવ્યો છે. હજુ સુધી કોઈ જૂથે હુમલાની જવાબદારી લીધી નથી. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) આ વિસ્તારમાં સક્રિય છે અને તેણે આવા અનેક હુમલાઓમાં સુરક્ષા દળોને નિશાન બનાવ્યા છે.

આ પણ વાંચો : ગુજરાતી માછીમારનું Pakistanની જેલમાં થયું મોત, પાર્થિવ દેહ વતન લવાયો

પાકિસ્તાન સતત ટીટીપી પર અફઘાનિસ્તાનમાં સુરક્ષિત આશ્રયસ્થાનોથી પ્રવૃત્તિઓ કરવાનો આરોપ લગાવી રહ્યું છે. 2021માં કાબુલમાં તાલિબાનની સરકાર બની ત્યારથી પાકિસ્તાનમાં આતંકવાદની ઘટનાઓ વધી છે.

Back to top button
ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… આ ફૂલ કે જડીબુટ્ટી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker