Terrorist Attack in Russia: રશિયાના દાગેસ્તાનમાં આતંકવાદી હુમલો, પોલીસકર્મીઓ સહિત 15ના મોત

રશિયાના દક્ષિણ પ્રાંત દાગેસ્તાન(Dagestan)માં એક મોટો આતંકવાદી હુમલો(Terrorist Attack) થયો હોવાના અહેવાલ છે, દાગેસ્તાનના ડર્બેન્ટ શહેરમાં ખ્રિસ્તીઓના ચર્ચ અને યહૂદીઓના સિનાગોગ પર અંધાધૂંધ ગોળીબારના થયો છે. સમાચાર એજન્સીઓના જણાવ્યા મુજબ કે દાગેસ્તાનના ગવર્નરે કહ્યું કે બંદૂકધારીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં પોલીસકર્મીઓ સહીત 15 લોકો માર્યા ગયા છે. હુમલામાં 20થી વધુ લોકો ઘાયલ થયાના પણ સમાચાર છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, રવિવારે રશિયાના દાગેસ્તાનમાં આતંકવાદીઓએ બે ચર્ચ, એક સિનેગોગ (યહૂદી ધર્મના મંદિર) અને એક પોલીસ ચોકી પર હુમલો કર્યો હતો. આ વિસ્તારમાં સોમવાર, મંગળવાર અને બુધવારે શોક જાહેર કરવામાં આવ્યો છે.
દાગેસ્તાનના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે કેસ્પિયન સમુદ્રના કિનારે સ્થિત ડર્બેન્ટ શહેરમાં હથિયારધારી લોકોના એક જૂથે સિનાગોગ અને એક ચર્ચ પર ગોળીબાર કર્યો હતો. જેના કારણે બંને જગ્યાએ આગ ફાટી નીકળી હતી. તે જ સમયે, મખાચકલામાં એક ચર્ચ અને ટ્રાફિક પોલીસ ચોકી પર હુમલાના અહેવાલો બહાર આવ્યા હતા.
સેનાએ આ વિસ્તારમાં આતંકવાદીઓ વિરોધી કાર્યવાહી શરૂ કરી છે અને પાંચ હુમલાખોરોને મારી ઠાર કરવામાં આવ્યા છે. હાલમાં, આની સ્પષ્ટ પુષ્ટિ થઈ નથી. હાલ કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી કોઈએ સ્વીકારી નથી.
રશિયાની સરકારી સમાચાર એજન્સી Tassના જણાવ્યા મુજબ કે દાગેસ્તાની અધિકારીએ એક શંકાસ્પદની ધરપકડ કરી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં નિયંત્રણ હેઠળ છે. જ્યાં સુધી તમામ આતંકવાદીઓ ન મળે ત્યાં સુધી ઓપરેશન ચાલુ રહેશે.
Also Read –