ઇન્ટરનેશનલ

Syrian Civil War: રાષ્ટ્રપતિ અસદના મહેલમાં તોડફોડ અને લુંટ, યુએન સેક્રેટરી જનરલે શાંતિની અપીલ કરી

નવી દિલ્હી: રવિવારે મધ્યપૂર્વના દેશ સીરિયામાં બળવાખોરોએ રાજધાની દમાસ્કસ પર કબજો મળવી રાષ્ટ્રપતિ બશર અલ-અસદની સત્તાના (Bashar-al-Assad) અંતનું એલાન કર્યું હતું. આ સાથે સીરિયા પર અસદ પરિવારના 50 વર્ષના શાસનનો અંત આવ્યો. અહેવાલો મુજબ બશર અલ અસદ પરિવાર સાથે સીરિયા છોડી રશિયાના મોસ્કોમાં શરણ લઇ રહ્યા છે. આ દરમિયાન બળવાખોરો સાથે સીરિયન નાગરીકો રવિવારે દમાસ્કસમાં અસદ પરિવારના મહેલોમાં પ્રવેશ્યા હતા.

મહેલોમાં તોડફોડ:
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વિડિયોમાં નાગરિકો ભવ્ય અલ-રાવદા અને મુહાજારીન મહેલોમાંથી ફરતા, ફોટોગ્રાફ્સ લેતા અને ફર્નિચર અને જ્વેલરી જેવી કિંમતી ચીજવસ્તુઓ હટાવતા જોવા મળ્યા હતા.

અલ-રાવદા પેલેસના ભવ્ય હોલમાંથી બાળકોને દોડતા જોઈ શકાય છે, જ્યારે પુરુષો ખુરશીઓ અને સ્લાઈડિંગ ટ્રંક લઈ જતા જોવા મળે છે. કેટલાક લોકો ફૂલદાની અને અન્ય સુશોભનની વસ્તુઓ લઈને જતા હતા અને કેબિનેટ ખાલી કરી રહ્યા હતા.

દમાસ્કસના રસ્તાઓ પર ઉજવણી:
સીરિયાની રાજધાની, દમાસ્કસના ચારરસ્તાઓ પર એકઠા થયેલા ટોળાઓ, સીરિયન ક્રાંતિકારી ધ્વજ લહેરાવીને ઉજવણી કરી રહ્યા છે. અસદના નજીકના સાથી રશિયાએ જણાવ્યું હતું કે વિદ્રોહી જૂથો સાથે વાતચીત કર્યા પછી અસદે દેશ છોડી દીધો હતો અને સત્તાના શાંતિપૂર્ણ સ્થાનાંતરણ માટે સૂચના આપી હતી. વર્ષો પહેલા અલ કાયદા સાથે સંબંધો તોડી નાખનાર અબુ મોહમ્મદ અલ-ગોલાની સૌથી મોટા બળવાખોર જૂથનો નેતા છે અને હવે તે દેશના ભવિષ્યની દિશા નક્કી કરશે.

યુએન સેક્રેટરી જનરલનું સુચન:
રાષ્ટ્રપતિ બશર અલ-અસદના શાસનના અચાનક પતન પછી, યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે સીરિયાના લોકોને સ્થિર અને શાંતિપૂર્ણ ભવિષ્ય માટે ઐતિહાસિક તકનો લાભ લેવા માટે આહ્વાન કર્યું છે. યુએન સેક્રેટરી જનરલે પણ ભાર મૂક્યો હતો કે સીરિયાનું ભવિષ્ય તેના લોકોએ નક્કી કરવાનું છે.

ગુટેરેસે કહ્યું, “આજે, 14 વર્ષના યુદ્ધ અને સરમુખત્યારશાહી શાસનના પતન પછી, સીરિયન લોકો સ્થિર અને શાંતિપૂર્ણ ભવિષ્ય બનાવવાની ઐતિહાસિક તકનો લાભ લઈ શકે છે. સીરિયાનું ભવિષ્ય સીરિયન લોકોએ નક્કી કરવાનું છે અને UNના ખાસ દૂત આ માટે તેમની સાથે કામ કરશે.”

ગુટેરેસે સીરિયાના લોકોને સમાધાન, ન્યાય અને સમૃદ્ધિ પર આધારિત દેશનું નિર્માણ કરવામાં મદદ કરવા માટે યુએનની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Also Read – Syria સત્તા પરિવર્તન અને વધતા તણાવ વચ્ચે ભારતીય દૂતાવાસે એડવાઇઝરી જાહેર કરી

શાંતિની અપીલ:
યુએન સેક્રેટરી જનરલે કહ્યું, ” હું આ સંવેદનશીલ સમયે ભેદભાવ વિના તમામ સીરિયનોના અધિકારોનું રક્ષણ કરવાની સાથે શાંતિ જાળવવા અને હિંસાથી દૂર રહેવા માટે ફરીથી આહ્વાન કરું છું

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button