ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

Syrian Civil War: બળવાખોરો રાજધાની દમાસ્કસની નજીક, રાષ્ટ્રપતિ અસદ દેશ છોડીને નાસી ગયા

નવી દિલ્હી: મધ્યપૂર્વમાં અશાંતિ સતત વધી રહી છે, એવામાં સીરિયામાં ફરી ગૃહ યુદ્ધ ફાટી (Syrian Civil War) નીકળ્યું છે. બળવાખોરો સીરિયન સેના પર ભારે પડી રહ્યા છે. હયાત તહરિર અલ-શામ (HTS)ના બળવાખોરો એક પછી એક શહેરો પર કબજો કરી રહ્યા છે. એવામાં અહેવાલ છે કે બળવાખોરોએ સીરિયાના એક મોટા હોમ્સ (Homs) પર કબજો કરી લીધો છે, જેને કારણે હવે રાજધાની દમાસ્કસ તરફ આગળ વધવાનો માર્ગ ખુલી ગયો છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રાષ્ટ્રપતિ બશર અલ-અસદ (Bashar al-Assad) પ્લેનમાં બેસીને આજાણ્યા સ્થળે છુપાઈ ગયા છે.

બશરના સમર્થકો દેશ છોડી રહ્યા છે:
દમાસ્કસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગભરાટ અને અરાજકતાનો માહોલ છે. રાષ્ટ્રપતિ બશર અલ-અસદની સત્તા જવાના ડરથી તેમના વફાદારો દેશ છોડીને ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા છે. દમાસ્કસમાં રહેતા લોકોએ હવે જીવન જરૂરીયાત ચીજોનો સંગ્રહ કરવાનું શરૂ કરી દીધું છે. દેશ છોડવાના પ્રયાસમાં હજારો લોકો લેબનોન સાથેની સીરિયાની સરહદ પર પહોંચ્યા છે.

લોકોએ ઉજવણી કરી:
HTSએ હમા, અલેપ્પો અને દારાને કબજે કર્યા પછી ચોથા મોટા શહેર હોમ્સ કબજો મેળવ્યો છે. સીરિયન સેનાએ પીછેહઠ કર્યા પછી, હોમ્સના હજારો રહેવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા અને ઉજવણી કરી. શહેરમાં “અસદ ગયો, હોમ્સ આઝાદ છે” અને “સીરિયા અમર રહે, બશર અલ-અસદ મુર્દાબાદ” ના નારા લગાવ્યા. બળવાખોરોએ ઉજવણીમાં હવામાં ગોળીબાર કર્યો, જ્યારે યુવાનોએ સીરિયન રાષ્ટ્રપતિના પોસ્ટરો ફાડી નાખ્યા.


Also read: ઈઝરાયલે સીરિયાની રાજધાની દમાસ્કસમાં રહેણાંક બિલ્ડીંગ પર એર સ્ટ્રાઈક કરી, 5ના મોત


દમાસ્કસના કબજાની તૈયારી:
હવે આ HTSસેના રાજધાની દમાસ્કસ તરફ આગળ વધી રહી છે. હોમ્સ શહેર, લટાકિયા અને ટાર્ટસના સીરિયન દરિયાકાંઠાના પ્રાંતો વચ્ચે સ્થિત છે, જે દમાસ્કસને ભૂમધ્ય સમુદ્રના કિનારે જોડતું મુખ્ય શહેર છે, તે હવે બળવાખોરોના નિયંત્રણ હેઠળ છે. શહેરને કબજે કર્યા પછી, રાજધાનો દમાસ્કસ દરિયાકાંઠાથી સંપર્ક તૂટી ગયો છે. અહીં અસદના અલવી સમુદાયના લોકો રહે છે અને અહીંથી રશિયા તેના મુખ્ય નૌકાદળનું સંચાલન પણ કરે છે.

દમાસ્કસમાં બળવાખોરોએ અસદના શાસનના પ્રતીકોને હટાવી દીધા છે. કેટલાક સૈનિકોએ તેમનો યુનિફોર્મ ઉતારી દીધો હતો અને બળવાખોરો સાથે જોડાયા હતા. બળવાખોર HTS સેના હવે રાજધાનીના 30 કિલોમીટરની અંદર છે. અસદની સરકાર થોડા દિવસોમાં પડી શકે છે.

સીરિયામાં 2011માં શરૂ થયેલા ગૃહયુદ્ધ દરમિયાન પણ બળવાખોરોહોમ્સ પર કબજો કરી શક્યા નહોતા, પરંતુ આ વખતે વિદ્રોહીઓએ આ શહેર પર કબજો જમાવી લીધો છે અને હવે તેઓ રાજધાની પર કબજો કરી રહ્યા છે. 27 નવેમ્બરના રોજ સીરિયામાં સેના અને બળવાખોર જૂથો વચ્ચે તાજેતરનો સંઘર્ષ શરૂ થયો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button