ઇન્ટરનેશનલ

શું સીરિયાના રાષ્ટ્રપતિ અસદનું પ્લેન ક્રેશ થયું? કેટલાય કલાકોથી રડારથી ગુમ…

સીરિયામાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મોટા સમાચાર જાણવા મળ્યા છે. સીરિયાના ગૃહ યુદ્ધમાં વિદ્રોહીઓએ દેશના મોટા શહેરો પર લગભગ કબજો કરી લીધો છે. વિદ્રોહીઓએ જણાવ્યું છે કે હુમલાનો હેતુ અસદની સરકારને સત્તા પરથી હટાવવાનો છે. હવે એવા અહેવાલો પણ સામે આવી રહ્યા છે કે જે વિમાનમાં સીરિયાના રાષ્ટ્રપતિ અસદ તેમના પરિવાર (પત્ની અસ્મા અને બે બાળક) સાથે દેશ છોડીને ભાગી રહ્યા હતા તે વિમાન ક્રેશ થયું છે. પ્લેન ટેકઓફના થોડા સમય બાદ રડાર પરથી ગાયબ થઈ ગયું હતું.

આ પણ વાંચો : Russia Ukraine War: ટ્રમ્પે ઝેલેંસ્કી સાથે કરી મુલાકાત, યુદ્ધ ખતમ કરવાનો કર્યો વાયદો

હાલમાં અલગ અલગ દાવાઓ કરવામાં આવી રહ્યા છે. એવી આશંકા છે કે આ દુર્ઘટનામાં રાષ્ટ્રપતિ અને તેમનો પરિવાર માર્યો ગયો હોઈ શકે છે. કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમની હત્યા કરવામાં આવી છે. જો કે, હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી.

સીરિયામાં સ્થિતિ સતત વણસી રહી છે. વિદ્રોહીઓએ સીરિયાના ત્રણ મોટા શહેરો પર કબજો કરી લીધો છે, જેમાં અલેપ્પો, હોમ્સ અને દારાનો સમાવેશ થાય છે. વિદ્રોહીઓએ હોમ્સમાં રાષ્ટ્રપતિ બશર અલ-અસદના પિતાની પ્રતિમાને પણ તોડી પાડી હતી. સીરિયન સેના શહેરો, નગરો અને ગામડાઓમાં લોકોને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે.

દરમિયાન સીરિયાના વડાપ્રધાન મોહમ્મદ ગાઝી જલાલીએ જણાવ્યું છે કે, ‘હું મારા ઘરમાં જ છું. હું ક્યાંય ગયો નથી. હું મારા દેશને પ્રેમ કરું છું. હું શાંતિપૂર્ણ રીતે સત્તા સોંપવા તૈયાર છું. સીરિયન નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ જાહેર સંપત્તિને નુક્સાન ના પહોંચાડે.’

આ પણ વાંચો : Syriaમાં સ્થિતિ ગંભીર, ભારતે નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી

જોકે, તેમના આ નિવેદન બાદ થોડા જ સમયમાં એવા સમાચાર આવ્યા હતા કે તેમનું અપહરણ કરીને કોઇક અજાણ્યા સ્થળે લઇ જવામાં આવ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button