સિડની હુમલાખોર સાથે બાથ ભીડનાર ‘હીરો’ કોણ છે? અલ્બેનીઝ અને ટ્રમ્પે કર્યા વખાણ

સિડની: ગઈ કાલે સોમવારે ઓસ્ટ્રેલિયાના સિડનીના બોન્ડાઈ બીચ પર યહુદી ધર્મના હનુક્કા તહેવારની ઉજવણી કરવા એકઠા થયેલા લોકો પર બે હુમલાખોરોએ અંધાધુંધ ગોળીબાર કર્યો હતો, જેમાં 15 લોકોના મોત થયા છે. આ મૃત્યુઆંક હજુ પણ વધ્યો હોત, જો એક બહાદુર નાગરિકે એક હુમલાખોરને પકડીને તેની પાસેથી રાઈફલ છીનવી ન લીધી હોત. લોકો આ નાગરિકને હીરો ગણાવી રહ્યા છે, જેની ઓળખ 43 વર્ષીય અહેમદ અલ અહેમદ તરીકે થઇ છે
ગોળીબારની ઘટના બાદ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં જોવા મળે છે કે અહેમદ કોઈ પણ પ્રકારના હથિયાર વગર એક બંદૂકધારી સાથે બાથ ભીડે છે, તેની પાસેથી રાઇફલ છીનવી લે છે. અહેમદ હુમલાખોર સામે રાઈફલ તાકે છે અને તેને ભાગવા મજબુર કરે છે.
અહેમદને બે ગોળી વાગીલ:
અહેવાલ મુજબ અહેમદ અલ અહેમદ ફળની દુકાનના ચલાવે છે. હુમલાખોરને પકડવાના બહાદુરી ભર્યા કાર્ય દરમિયાન અહેમદ પણ બે ગોળી વાગી હતી. તેને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, તેની સર્જરી કરવામાં આવી છે અને તે હાલમાં સ્વસ્થ થઈ રહ્યો છે.
અહેમદના પિતરાઈ ભાઈ મુસ્તફાએ સ્થાનિક મીડિયાને જણાવ્યું, “અહેમદ હોસ્પિટલમાં છે અને અમને ખબર નથી કે અંદર શું ચાલી રહ્યું છે. અમને આશા છે કે તે ઠીક થઈ જશે. તે 100 ટકા હીરો છે,”
અલ્બેનીઝ અને ટ્રમ્પે હીરો ગણાવ્યો:
ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝે અહેમદ અલ અહેમદ અને અન્ય કેટલાક લોકોને “હીરો” ગણાવ્યા છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણને અહેમદને “ખૂબ જ બહાદુર વ્યક્તિ” ગણાવ્યો.
ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના પ્રીમિયર ક્રિસ મિન્સે અહેમદને “એક સાચો હીરો” ગણાવ્યો. તેમણે કહ્યું, “મેં જોયેલા દ્રશ્યો અવિશ્વસનીય છે, આવું ક્યારેય જોયું નથી. તેની બહાદુરીના પરિણામે આજે ઘણા બધા લોકો જીવિત રહી ગયા.”
લોકો તરફથી ફંડનો ઢગલો:
ઓન લાઈન ડોનેશન પ્લેત્ફીઓર્મ GoFundMe પર અહેમદ ફંડ એકઠું કરવા કેમ્પેઈન શરુ કરવામાં આવ્યું છે. માત્ર ગણતરીના કલાકોમાં 2,00,000 ઓસ્ટ્રેલિયન ડોલર ($132,900) થી વધુ ફંડ મળી ગયું છે.
ત્રીજો હુમલાખોર અંગે તપાસ:
સ્થાનિક અધિકારીઓએ આપેલી માહિતી મુજબ પોલીસની કાર્યવાહીમાં એક હુમલાખોર માર્યો ગયો છે અને બીજાની હાલત ગંભીર છે. પોલીસે શંકા છે કે ત્રીજો હુમલાખોર હોઈ શકે છે, જેની તપાસ કરવામાં આવી રહી છે.
આપણ વાંચો: સિડની આંતકી હુમલામાં પાકિસ્તાન કનેક્શન: કત્લેઆમ કરનાર આતંકવાદી કોણ છે, જાણો?



