સુશીલા કાર્કી નેપાળના કાર્યકારી વડા પ્રધાન તરીકે આજે શપથ લેશે, રાષ્ટ્રપતિ ભંગ કરશે સંસદ

કાઠમંડુ, નેપાળઃ નેપાળમાં હવે નવી સત્તાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પ્રદર્શનકારીઓએ નવા પીએમ તરીકે સુશીલા કાર્કીનું નામ પસંદ કર્યું છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, આજે રાત્રે 08.45 વાગ્યે સુશીલા કાર્કી નેપાળના વચગાળાના વડા પ્રધાન તરીકે શપથ લેવાના છે. એવું પણ જાણવા મળ્યું છે કે, નેપાળના રાષ્ટ્રપતિ સંસદ ભંગ કરવા માટે પણ તૈયાર થઈ ગયાં છે. Gen-Z પ્રદર્શનકારીઓ દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું તેના કારણે નેપાળમાં સત્તા પટલો થયો છે. પરંતુ પ્રશ્ન ફરી એ જ છે કે, શું નવા પીએમ બાદ પ્રદર્શનકારીઓ આંદોલન રોકી દેશે?
હિંસક પ્રદર્શનના કારણે નેપાળમાં સત્તા પટલો થયો
નેપાળમાં સરકારે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જે બાદ સોશિયલ મીડિયા અને ભ્રષ્ટાચારના વિરોધમાં Gen-Zઓ દ્વારા હિંસક પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓએ નેપાળમાં ભારતીય પત્રકારો સાથે પણ મારામારી કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે Gen-Zઓએ બે ભારતીય પત્રકારો સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું. જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે. મારામારી સાથે Gen-Z પ્રદર્શનકારીઓએ ભારત વિરોધી નારા પણ લગાવ્યાં હતા.
Gen-Zઓ ભારતીય પત્રકારો પર કર્યો હુમલો
નેપાળના Gen-Zઓનું કહેવું એવું છે કે, ભારતીય મીડિયા આ આંદોલનને ખોટી રીતે બતાવી રહ્યું છે. જ્યારે પત્રકારોનું કહેવું છે કે, પ્રદર્શનકારીઓ ઓળખ પૂછીને તેમની સાથે મારામારી કરી રહ્યાં છે. પ્રદર્શનાકારીઓએ કાઠમંડુમાં ભારતીય શ્રદ્ધાળુઓની બસ પર પણ હુમલો કર્યો હતો. હુમલો કર્યાં બાદ લૂંટ પણ આચરી હતી. આ દરમિયાન ત્રણથી વધારે લોકોને ઈજાઓ પહોંચી છે. નેપાળના Gen-Zઓ ભારતીય લોકોને શા માટે નિશાન બનાવી રહ્યાં છે? તે એક પ્રશ્ન છે.
આ પણ વાંચો…નેપાળમાં અડધી રાતે ખેલ પલટાયો, 60 કલાક પછી સુશીલા કાર્કી બની શકે છે વડા પ્રધાન