સુશીલા કાર્કી વડાં પ્રધાન બનતા કેમ યાદ આવી ગઈ વિતેલા જમાનાની અભિનેત્રી માલા સિન્હાઃ જાણો દિલચસ્પ કિસ્સો

નેપાળમાં તાજેતરમાં વિરોધની આગમાં સરકાર હોમાઈ ગઈ હતી. નેપાળના યુવાનોએ સોશિયલ મીડિયા પર લાગેલા પ્રતિબંધને લઈ ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે બાદ સરકાર પલટો થયો હતો. ત્યાને વડા પ્રધાનને તાત્કાલિકના ધોરણે રાજીનામું આપવાની ફરજ પડી હતી. જે બાદ સુશીલા કાર્કીનું નામ આગળ આવ્યું હતું. સુશીલા 11 જુલાઈ 2016માં નેપાળની પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બની હતી અને તેમના કાર્યકાળના એક વર્ષમાં જ અનેક મહત્વના ચુકાદા આપ્યા હતા. આજે તેના નામની સાથે હિન્દી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી માલા સિન્હાનું નામ ખુબ ચર્ચાઈ રહ્યું છે. નેપાળી રાષ્ટ્રના પ્રમુખ સાતે હિન્દી અભિનેતાનું કનેક્શનને લઈ પ્રશ્ન થશે, પણ આ અભિનેત્રી સાથે વર્ષો પહેલા બનેલી ઘટના આજે વગોવાઈ રહી છે. જેનું મુખ્ય કારણે સુશીલાના પતિ બન્યા હતા.
આખી વાત એમ છે કે, નેપાળમાં 1973માં રોયલ નેપાળ એરલાઈન્સનું વિમાન બિરાટનગરથી કાઠમંડુ જઈ રહ્યું હતું, પરંતુ તે પહોંચે તે પહેલા જ અપહરણ થઈ ગયું. આ અપહરણ પાછળ કોઈ આતંકી જૂથ નહોતું, પરંતુ સુશીલા કાર્કીના પતિ દુર્ગા પ્રસાદ સુબેદી હતા. વિમાનમાં 19 મુસાફરો હતા, જેમાં અભિનેત્રી માલા સિન્હા પણ સામેલ હતી. આ ઘટનાથી ભારતમાં પણ હલચલ મચી ગઈ હતી. અપહરણનું કારણ પૈસા હતું, કારણ કે વિમાનમાં બિરાટનગરની બેંકોમાંથી 30 લાખ રૂપિયા લઈ જવામાં આવી રહ્યા હતા. તત્કાલીન વડાપ્રધાન ગિરિજા પ્રસાદ કોઈરાલાના નેતૃત્વમાં આ અપહરણ કરવામાં આવ્યું હતું, જેઓ નેપાળમાં રાજાશાહી વિરુદ્ધ સશસ્ત્ર સંઘર્ષ માટે પૈસા એકત્ર કરી રહ્યા હતા.
આ પણ વાંચો: નેપાળમાં સુશીલા કાર્કીએ વચગાળાના પીએમ તરીકે શપથ લીધા, પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી…
આ વિમાનને બિહારના ફોર્બ્સગંજમાં ઉતારવામાં આવ્યું અને પછી તે પૈસાને કારમાં મૂકીને દાર્જિલિંગ લઈ જવામાં આવ્યા. આ કેસમાં સુબેદી અને અન્ય અપહરણકર્તાઓને પોલીસે ધરપકડ કરી હતી અને 1975માં લાગુ કરાયેલી ઈમર્જન્સી દરમિયાન તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. આ ઘટના નેપાળના રાજકીય ઈતિહાસનો મહત્વનો ભાગ છે, જે લોકશાહી માટેના સંઘર્ષને દર્શાવે છે.
માલા સિન્હા વિશે વાત કરીએ તો આજે તે 88 વર્ષની છે. તેના પતિ ચિદંબર પ્રસાદ લોહાના એક નેપાળી અભિનેતા હતા. અહેવાલો અનુસાર, માલા અને ચિદંબરે ‘મૈતીઘર’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું અને ત્યારે જ તેમની વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ચિદંબરનું અવસાન 2024માં 86 વર્ષની વયે કાઠમંડુમાં થયું હતું, જે તેમના પરિવાર અને ચાહકો માટે મોટો આઘાત હતો.