ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

સુનિતા વિલિયમ્સને પરત લાવનાર મિશનનું લોન્ચ મુલતવી; આ ખામીને કારણે લેવામાં આવ્યો નિર્ણય…

ફ્લોરીડા: અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ (Sunita Williams) અને બુચ વિલ્મોર (Butch Wilmore) ગત જૂન મહિનામાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પહોંચ્યા હતાં, અવકશયાનમાં ખામીને કારણે તેઓ હજુ સુધી ધરતી પર પરત ફરી શક્યા નથી. બુધવારે (સ્થાનિક સમય મુજબ) ઈલોન મસ્કની કંપની SpaceXનું Falcon-9 અવકાશયાન અવકાશયાત્રીઓને પરત લાવવા માટે લોન્ચ થવાનું હતું. પરંતુ ટેકનિકલ ખામીને કારણે લોન્ચ છેલી ઘડીએ અટકાવી દેવામાં આવ્યું.

Also read : Paris AI Summit: વડાપ્રધાન મોદી સુંદર પિચાઈ અને Scale AIના CEOને મળ્યા, આ મુદ્દે થઇ ચર્ચા

આ ખામીને કારણે મિશન સ્થગિત:
SpaceXનું રોકેટ Falcon-9 ચાર અવકાશયાત્રીઓ સાથે લોન્ચ થવાનું હતું. આ ચાર અવકાશયાત્રીઓ ISSમાં પહેલાથી જ હાજર સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરનું સ્થાન લેવાના છે. રોકેટ લોન્ચ થવામાં માત્ર એક કલાક બાકી હતો પરંતુ રોકેટની હાઇડ્રોલિક સિસ્ટમ અને ગ્રાઉન્ડ સપોર્ટ ક્લેમ્પ આર્મમાં ટેકનિકલ ખામીની જાણ થતાં લોન્ચિંગ સ્થગિત કરી દેવામાં આવ્યું. નાસા અને સ્પેસએક્સે બાદમાં માહિતી આપી હતી કે Crew-10 મિશન મુલતવી રાખવામાં આવ્યું છે.

અહેવાલ મુજબ Falcon-9 લોન્ચ પહેલાં નાસા અને સ્પેસએક્સના ટેકનિશિયન ગ્રાઉન્ડ હાઇડ્રોલિક સિસ્ટમની તપાસ કરી રહ્યા હતા, આ દરમિયાન હાઇડ્રોલિક સિસ્ટમમાં ખામી હોવાનું જાણવા મળ્યું. નાસાના અધિકારી એ જણાવ્યું “સમસ્યા ગ્રાઉન્ડ સાઈડ હાઇડ્રોલિક સિસ્ટમમાં હતી, જ્યારે રોકેટ અને સ્પેસક્રાફ્ટ સંપૂર્ણપણે ઠીક હતા.”

નાસા કે સ્પેસએક્સે લોન્ચ માટે નવી તારીખની હજુ સુધી સત્તાવાર રીતે જાહેરાત કરી નથી. પરંતુ સ્પેસએક્સે સંકેત આપ્યો છે કે ગુરુવારે રાત સુધીમાં મિશન લોન્ચ થઈ શકે છે.

અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 5 જૂન, 2024 ના રોજ ISS પર પહોંચ્યા, તેઓ ત્યાં માત્ર 8 દિવસ રહેવાના હતાં. પરંતુ બોઇંગના નવા સ્ટારલાઇનર કેપ્સ્યુલમાં ટેકનિકલ ખામીને કારણે તેમને હજુ સુધી ISS પર જ રોકાવું પડ્યું.

Also read : ISROએ શાનદાર સદી ફટકારી; GSLV-F15 લોન્ચ કરી રચ્યો ઈતિહાસ

નાસાનાએ સુનિતા વિલિયમ્સ અને વિલ્મોર 16 માર્ચ, 2025 ના રોજ પૃથ્વી પર પરત લાવવાની યોજના બનાવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button