ઘણું બધું દાવ પર લાગ્યું છે: વર્ષના છેલ્લા દિવસે ગૂગલના સીઇઓએ કર્મચારીઓને શા માટે ચેતવ્યા?
કેલિફોર્નિયા: આવતી કાલથી 2025નું વર્ષ શરુ થશે, દુનિયાભરમાં નવા વર્ષને વધાવવા તૈયારીઓ થઇ રહી છે. વર્ષના છેલ્લા દિવસે વિશ્વની અગ્રણી ટેક કંપની ગૂગલ કર્મચારીઓ માટે સીઈઓ સુંદર પિચાઈએ એક ચેતવણી (Google CEO Sundar Pichai) આપી છે. સુંદર પિચાઈએ કહ્યું હતું કે નવું વર્ષ ઘણું નક્કી કરશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI) ઝડપથી ઉભરી રહ્યું છે. આવા સમયે આપણે બધાએ તેની જરૂરિયાત સમજીને પોતાને તૈયાર કરવાની છે.
સુંદર પિચાઈએ કહ્યું કે આપણે એક કંપની તરીકે ઝડપથી વૃદ્ધિ કરવી પડશે. પિચાઈએ કહ્યું કે ઘણું બધું દાવ પર છે અને આપણે એક કંપની તરીકે ઝડપથી આગળ વધવું પડશે અને AI માટે પોતાને તૈયાર કરવા પડશે. તેમણે કહ્યું કે 2024માં એવા ઘણા પ્રસંગો આવ્યા છે જ્યારે AI ટેક્નોલોજીએ મોટી અસર કરી. 2025માં આપણે અથાક મહેનત કરવી પડશે, આ ટેક્નોલોજીના ફાયદા સમજવા પડશે અને તે મુજબ યુઝરની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો રહેશે.
Gemini પર ફોકસ:
પીચાઈએ કહ્યું કે આવતા વર્ષે અમારું મુખ્ય ફોકસ જેમિની એપ હશે. તેના દ્વારા અમે લોકોને સાચી માહિતી પૂરી પાડીશું અને જનરેટિવ AIના તેમના અનુભવને સુધારીશું. અમારે જેમિની અંગે પ્લાનિંગ કરવું પડશે અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. પિચાઈએ કર્મચારીઓને સ્પષ્ટપણે કહ્યું કે આપણે AI ઈન્ડસ્ટ્રીમાં જેમિની એપ કેવી રીતે સ્થાપિત કરી શકીએ, આ વર્ષે આપણી પ્રાથમિકતા હોવી જોઈએ.
પિચાઈએ કહ્યું કે અમે છેલ્લા કેટલાક મહિનામાં જેમિની એપ સાથે સારા પ્રયોગો કર્યા છે. પરંતુ આપણે 2025 માં વધુ તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે જેથી કરીને આપણે ઇન્ડસ્ટ્રીમાં પોતાને લીડર તરીકે સ્થાપિત કરી શકીએ. જેમિનીનો વિસ્તાર કરવો અને તેને ન્ડસ્ટ્રીમાં સ્થાપિત કરવું એ 2025માં ગૂગલની ટોચની પ્રાથમિકતા હશે.
આ પણ વાંચો…વર્ષ 2024 દરમિયાન કેમેરામાં કેદ થઇ આ ભયાનક દુર્ઘટના અને અપરાધની ઘટનાઓ
પિચાઈએ કહ્યું કે અમારે 2025માં 500 મિલિયન યુઝર્સનું લક્ષ્ય હાંસલ કરવાનું છે. તેમણે કહ્યું કે 2025માં જેમિની યુઝર્સની સંખ્યા વધારવી એ અમારી મુખ્ય પ્રાથમિકતા હશે.
ChatGPT સહિત આવા ઘણા AI ટૂલ્સ છે જે ગૂગલને પડકારરૂપ છે. આવી સ્થિતિમાં Google આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર વધુ ધ્યાન આપી રહ્યું છે.