પાકિસ્તાનના ખૈબર પખ્તુનવામાં આત્મઘાતી હુમલોઃ પાંચ ચીની નાગરિક સહિત છનાં મોત
શાંગલાઃ પાકિસ્તાનના ખૈબર પખ્તુનવામાં એક આત્મઘાતી હુમલામાં પાંચ ચીની સહિત એક પાકિસ્તાનનું મોત થયું છે. હુમલાખોરોએ તેમના કાફલાને ટાર્ગેટ બનાવ્યા છે. ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના શાંગલામાં એક આત્મઘાતી હુમલામાં વિસ્ફોટ થયો હતો, જેમાં પાંચ ચીની નાગરિકનાં મોત થયા છે.
સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર હુમલાખોરોએ નેવલ એરબેસ પર હુમલો કર્યો હતો, જેમાં એક સૈનિકનું મોત થયું હતું. આ એરબેઝ ચીન પાકિસ્તાનના ઈકોનોમિક કોરિડોર માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, જ્યારે સુરક્ષા દળોએ ચાર આતંકવાદીને મારી નાખ્યા હતા.
આ પણ વાંચો: પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈકઃ તાલિબાનના અડ્ડાઓને નિશાન બનાવ્યા
છેલ્લા કેટલાક મહિનાથી પાકિસ્તાનમાં આતંકવાદી હુમલા કરવામાં આવી રહ્યા છે. આ અગાઉ 20મી માર્ચના બલુચિસ્તાન લિબરેશન આર્મીના હુમલાખોરોએ પણ ગ્વાદર પોર્ટને નિશાન બનાવ્યું હતું. પાકિસ્તાને આ પોર્ટને ચીનની મદદથી ડેવલપ કરવામાં આવ્યું હતું, જેનો સ્થાનિક બલોચની વસ્તી વિરોધ કરતી હતી. બીએલએ અથવા બલુચિસ્તાન લિબરેશન આર્મી દ્વારા ચીની નાગરિકોને નિશાન બનાવ્યા હતા.
બલુચિસ્તાનમાં દાયકાઓથી સ્થાનિક લોકો પાકિસ્તાનની સરકાર સામે બળવો કરી રહી છે, પરંતુ એ જગ્યાએ મોટા પ્રમાણમાં ચીન મોટી સંખ્યામાં રોકાણ કરે છે. ચીન પાકિસ્તાનથી પોતાના દેશમાં એક ઈકોનોમિક કોરિડોર તૈયાર કરવામાં આવી રહ્યો છે, જ્યારે ગ્વાદર પોર્ટ સહિત આસપાસના વિસ્તારનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે.