‘ગાઝામાં નરસંહાર રોકો’: જંગ વચ્ચે ઇન્ટરનેશનલ કોર્ટનો ઇઝરાયલને આદેશ

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) એ આ મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. વિશ્વ અદાલતે ઇઝરાયેલને ગાઝા પટ્ટીમાં તેના હુમલાથી થયેલા મૃત્યુ અને નુકસાનનો સંપૂર્ણ હિસાબ આપવા અને કોઈપણ ગંભીર ઈજા અથવા નુકસાનને રોકવા માટે કહ્યું છે.
ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) એ પોતાના આદેશમાં કહ્યું છે કે ઈઝરાયલને તેના દળો ગાઝામાં નરસંહાર ન કરવા અને ત્યાંની માનવતાવાદી પરિસ્થિતિને સુધારવા માટે સુધારાત્મક પગલાં ભરવાના આદેશ આપ્યા છે. આ સાથે જ કોર્ટે ઈઝરાયલને એક મહિનામાં આ મામલે રિપોર્ટ આપવા માટે પણ કહ્યું છે.
દક્ષિણ આફ્રિકાએ ઇઝરાયેલ પર ગાઝા પટ્ટીમાં નરસંહારનો આરોપ લગાવતા સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કર્યો હતો. આ અરજી પર સુનાવણી કરતા કોર્ટે પોતાના નિર્ણયમાં આ આદેશ આપ્યો છે. જો કે, દક્ષિણ આફ્રિકાએ કોર્ટને વિનંતી કરી હતી કે શક્ય તેટલી વહેલી તકે ઇઝરાયેલી સૈન્ય કાર્યવાહીને સમાપ્ત કરવાનો આદેશ આપે.