સ્ટીવ જૉબ્સ અને માર્ક ઝુકરબર્ગના આવા જબરા ફેન? ફિલ્મસ્ટારને પણ ઈર્ષા આવશે

એક સાવ જ સામાન્ય ટાઈ અને જૂની હૂડી આમ તો ગુજરી બજારમાં જ કોડીના દામમાં વેચાઈ અથવા તો ન પણ વેચાઈ, પણ આ તો ભઈ ટેકનોકિંગની જૂની વસ્તુઓની હરાજીની વાત છે એટલે સ્વાભાવિક છે કે લાખોમાં જ હોવાની. પણ ના તમે ખોટા છો લાખોમાં નહીં આ જૂની 500, 1000 રૂપિયાની કિંમતની વસ્તુઓના કરોડો રૂપિયા મળ્યા છે અને તે સાબિત કરે છે કે લોકો આ બન્ને ટેકનો જાયન્ટ્સના કેટલા દિવાના છે.
એક જૂની ટાઈ અને વર્ષો જૂનો લેટર અને હૂડી કરોડોમાં વેચાઈ છે. આ હરાજીમાં સ્ટીવ જોબ્સની ટાઈએ રેકોર્ડ બનાવ્યો છે. આ ટાઈ 31 કરોડ રૂપિયામાં હરાજી કરવામાં આવી છે. સ્ટીવ જોબ્સ દ્વારા ત્રણ વખત પહેરવામાં આવેલી ટાઈની કિંમત હરાજી માટે લગભગ $1,000 (યુએસ ડોલર)ની અપેક્ષા હતી, પરંતુ તેના કરતાં 35 ગણી વધારેમાં વેચાઈ છે.
માત્ર જૉબ્સ નહીં ફેસબુકના કૉ ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગની છેક 2010ની હૂડીની હરાજી પણ કરોડોમાં થઈ છે. બ્લેક હૂડી ભારતીય ચલણ પ્રમાણે રૂ. 14 લાખ ($15,875)માં ખરીદવામાં આવી હતી જ્યારે આયોજકોએ પણ તેની શરૂઆતની હરાજીની કિંમત રૂ. 87,000 જ લગાવી હતી. લગભગ તેમને પણ આવી અપેક્ષા નહીં હોય કે આ 15 વર્ષ જૂની હૂડીના કોઈ રૂ. 14 લાખ લગાવશે. આ એ જ હૂડી છે જે ટાઈમ મેગેઝીન દ્વારા જ્યારે ઝુકરબર્ગને પર્સન ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો ત્યારે તેણે પહેરી હતી અને તેનો આ ફોટો પણ છપાયો હતો. આ હૂડી પર તેણે એક ખાસ નોંધ પણ લખેલી છે. મારી ફેવરિટ જૂની ફેસબુક હૂડી, તેમ માર્કે લખ્યું છે અને આ તેણે ગમીવાર પહેરી પણ છે.
આ પણ વાંચો…Viral Video: પ્રીતિ ઝિન્ટા માતા સાથે પહોંચી કાશી વિશ્વનાથ મંદિર, કરી મહત્ત્વની વાત…
આ બન્ને તો તેમના પહેરેલા કપડા છે, પરંતુ જૉબ્સનો જાદુ એવો છે કે તેમણે લખેલા જૂના એક પત્રની પણ હરાજી થઈ હતી, જેમાં એપલના ફાઉન્ટરે મિત્રને લખેલા આ પત્રની બોલી 4.32 કરોડ લાગી હતી. તેણે આ પત્ર તેના બાળપણના મિત્ર ટિમ બ્રાઉનને તેના જન્મદિવસ પર લખ્યો હતો.