મંગળ ગ્રહ પર માનવ વસવાટનું સ્વપ્ન પૂર્ણ થવાની શક્યતા, Starship નું સફળ પરીક્ષણ
વોશિંગ્ટન : ચંદ્ર(Moon)અને મંગળ(Mars)મિશન માટે બનાવવામાં આવેલ વિશ્વના સૌથી મોટા રોકેટ સ્ટારશિપનું(Starship)ચોથું પરીક્ષણ સફળ રહ્યું છે. ગુરુવારે પરીક્ષણ ઉડાન બાદ તેને હિંદ મહાસાગરમાં સફળતાપૂર્વક છોડવામાં આવ્યું હતું. જો કે, દરિયામાં ઊતરતી વખતે તેનો કેટલોક ભાગ અલગ થઈ ગયો અને સમુદ્રમાં પડવા લાગ્યો. રોકેટમાં લાગેલા કેમેરાએ જ તેનો વીડિયો બનાવ્યો હતો.
સ્ટારશિપે સફળતાપૂર્વક સમુદ્રમાં સોફ્ટ લેન્ડિંગ કર્યું
સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્કે(Elon Musk) સોશિયલ મીડિયા પર પરીક્ષણને સફળ ગણાવ્યું અને કહ્યું કે, ઘણી ટાઇલ્સ અને ફ્લૅપ્સ ગુમાવવા છતાં સ્ટારશિપે સફળતાપૂર્વક સમુદ્રમાં સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. તેમણે કહ્યું, અન્ય ગ્રહ પર માનવ વસવાટ સ્થાપિત કરવાની દિશામાં આ એક મોટું પગલું છે.
સ્પેસએક્સ ટીમને અભિનંદન પાઠવ્યા
અત્યાર સુધીના આ સૌથી શક્તિશાળી રોકેટને કંપનીના સ્ટારબેઝ ટેક્સાસના બોકા ચિકાથી સવારે 7.50 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સ્ટારશિપ અવકાશમાં મોકલવામાં આવ્યું હતું અને પછી પૃથ્વી પર પાછું લાવવામાં આવ્યું હતી. આ પરીક્ષણનો હેતુ એ જાણવાનો હતો કે અવકાશમાં ગયા પછી જ્યારે તે પૃથ્વીના વાતાવરણમાં પરત આવશે ત્યારે સ્ટારશિપ ટકી શકશે કે કેમ ? કંપની સ્પેસએક્સ એ પણ સોશિયલ મીડિયા પર કહ્યું કે પાણીમાં ઉતરાણ ખૂબ જ સફળ રહ્યું અને આ માટે સ્પેસએક્સ ટીમને અભિનંદન.
100 લોકોને મંગળ પર લઈ જઈ શકે છે
મંગળ પર વસવાટનું સપનું જોનારા એલોન મસ્ક માટે આ મિશન ખૂબ મહત્વનું હતું. આ રોકેટ સંપૂર્ણપણે ફરીથી વાપરી શકાય તેવું છે. એલોન મસ્કની કંપનીએ તેને બનાવ્યું છે. સ્ટારશિપ વાસ્તવમાં અવકાશયાન અને સુપર હેવી બૂસ્ટરનું સંયોજન છે. તે 150 મેટ્રિક ટન સુધીનો ભાર વહન કરી શકે છે. માહિતી અનુસાર, તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે એક સમયે ઓછામાં ઓછા 100 લોકોને મંગળ પર લઈ જઈ શકે છે. આ ચોથો ટેસ્ટ હતો અને તેનો સમયગાળો 1 કલાક 5 મિનિટ અને 48 સેકન્ડનો હતો.
Also Read –