ઇઝરાયેલ-હમાસ સંઘર્ષ વચ્ચે StarBucksને મોટો ફટકો, બહિષ્કારને કારણે 11 અબજ ડોલરનું નુકસાન
ઇઝરાયલ અને હમાસ વચ્ચે શરુ થયેલા યુદ્ધ બાદ મધ્યપૂર્વમાં તણાવ વધી રહ્યો છે. ઉપરાંત વૈશ્વિક રાજકીય પરિસ્થિતિમાં પણ તેની અસર જોવા મળી રહી છે. યુદ્ધની અસર અમેરિકાની જાણીતી કોફી ચેઈન સ્ટારબક્સ કોર્પોરેશનની આવક પર થઇ છે, જેના પરિણામે કંપની તેના માર્કેટ પ્રાઈઝના લગભગ $11 બિલિયન ગુમાવ્યા છે. કંપનીના ટોટલ વેલ્યુમાં 9.4 ટકાનો ઘટાડો નોંધાયો થયો છે.
સ્ટારબક્સનો તાજેતરનો બહિષ્કાર એ ઇઝરાયેલનું સમર્થન કરવા બદલ વૈશ્વિક બ્રાન્ડ્સના વ્યાપક બહિષ્કારનો એક ભાગ છે. સ્ટારબક્સે ઇજિપ્તમાં ઓછી આવકને કારણે કથિત રીતે નવેમ્બરના અંતમાં કામદારોને છૂટા કર્યા હતા.
એક અહેવાલ મુજબ 14 નવેમ્બરે રેડ કપ ડેના પ્રમોશન પછીના 19 દિવસમાં સ્ટારબક્સના શેરમાં 8.96 ટકાનો ઘટાડો થયો હતો, જે આશરે USD 11 બિલિયનના નુકસાનની બરાબર છે. સ્ટારબક્સના શેર સતત 12 ટ્રેડિંગ સેશન માટે ઘટ્યા હતા, જે 1992માં કંપની જાહેર થયા પછીનો સૌથી લાંબો ઘટાડો છે. કંપનીનો શેર હાલમાં $95.80 પ્રતિ શેરના ભાવે ટ્રેડ થઈ રહ્યો છે, જે તેની $115ની વાર્ષિક ઊંચી સપાટીથી નીચે છે.
સ્ટારબક્સના સીઇઓ લક્ષ્મણ નરસિમ્હને જણાવ્યું હતું કે તેઓ કંપનીની વૈવિધ્યસભર ચેનલો અને મેક્રોઇકોનોમિક પડકારો અને બદલાતા કસ્ટમર બિહેવિયર છતાં ગ્રાહકોને જોડવાની તેની ક્ષમતા વિશે આશાવાદી છે.