ઇન્ટરનેશનલ

હુથી બળવાખોરોને શ્રીલંકન નૌસેના આપશે જવાબઃ યુએસ ઓપરેશનમાં જોડાવવાની તૈયારી

કોલંબો: હુથી બળવાખોરોએ રેડ સી (લાલ સમુદ્ર)માં અનેક જહાજોને નિશાન બનાવ્યા હતા. હુથી હુમલાથી વેપારી જહાજોને બચાવવા માટે શ્રીલંકાની નૌસેના લાલ સમુદ્રમાં જહાજ મોકલવા તૈયાર છે. શ્રીલંકાનું નૌકાદળ હુથી બળવાખોરોના હુમલાઓ સામે લાલ સમુદ્રમાં જતા વેપારી જહાજોને બચાવવા માટે યુએસની આગેવાની હેઠળના ઓપરેશનમાં જોડાવવાની તૈયારી કરી રહ્યું છે.

શ્રીલંકાના નૌકાદળના પ્રવક્તા કૅપ્ટન. ગાયન વિક્રમસૂર્યાએ મંગળવારે જણાવ્યું હતું કે શ્રી લંકાના જહાજોને મોકલવા માટે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી અને તેઓ કયા વિસ્તારમાં પેટ્રોલિંગ કરશે તે નક્કી કરવામાં આવ્યું નથી.

યુએસ અને તેના સાથીઓએ જહાજના ટ્રાફિકને સુરક્ષિત રાખવા માટે ઓપરેશન પ્રોસ્પેરિટી ગાર્ડિયન શરૂ કર્યું છે અને યુએસ, ફ્રાન્સ અને યુકેના યુદ્ધ જહાજો આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે.

જહાજો મોકલવાના નિર્ણયની વિપક્ષી ધારાસભ્યોએ ટીકા કરી હતી. વિપક્ષી નેતા સાજિથ પ્રેમદાસાએ લાલ સમુદ્રમાં હુથી બળવાખોરો સામે લડવા માટે જહાજો મોકલવા માટે $ ૭૭૭,૦૦૦ ખર્ચવા માટે સરકારને દોષી ઠેરવી હતી.

સંરક્ષણ રાજ્ય પ્રધાન પ્રમિથા ટેનાકુને આ પગલાનો બચાવ કર્યો, કહ્યું કે સરકાર તેની “વૈશ્વિક જવાબદારીઓ” પૂર્ણ કરવા માંગે છે અને નોંધ્યું હતું કે “શ્રીલંકા કોઈપણ પ્રકારના આતંકવાદની વિરુદ્ધ છે”. તેમણે ઉમેર્યું હતું કે શ્રીલંકાને ઓપરેશનમાં જોડાવાથી કોઈ વધારાનો ખર્ચ કરવો પડશે નહીં, કારણ કે દેશના જહાજો પહેલાથી જ હિંદ મહાસાગરમાં તેના વિશાળ દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button