શ્રીલંકામાં એક ખાનગી બસ 1000 ફૂટથી વધુ ઊંડી ખીણમાં ખાબકી! 15 લોકોનું અકાળે મોત | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

શ્રીલંકામાં એક ખાનગી બસ 1000 ફૂટથી વધુ ઊંડી ખીણમાં ખાબકી! 15 લોકોનું અકાળે મોત

કોલંબો, શ્રીલંકા: શ્રીલંકામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઉવા પ્રાંતમાં આવેલા બડુલ્લા જિલ્લામાં એક બસ દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં કુલ 15 લોકોના મોત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે.

આ સાથે 15થી પણ વધારે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ ખાનગી બસ 1000 ફૂટ ઊંડી ખીખમાં ખાબકી હોવાથી મોટી દુર્ઘટના સર્જાઈ છે.

આપણ વાંચો: જનશતાબ્દી એક્સપ્રેસ મોટી દુર્ઘટનામાંથી બચી: બેદરકારી બદલ સ્ટેશન માસ્ટર અને ટ્રાફિક કંટ્રોલર સસ્પેન્ડ…

અકસ્માત અંગે શ્રીલંકા પોલીસે આપી જાણકારી

આ સમગ્ર ઘટના અંગે વધારે વિગતે વાત કરવામાં આવે તો, શ્રીલંકા પોલીસે આ ઘટનાની જાણકારી આપી હતી. લોકો આ ખાનગી બસમાં દક્ષિણ શ્રીલંકાથી તાંગાલ્લે શહેરમાં ફરવા માટે જઈ રહ્યાં હતા.

પરંતુ તેમને ખબર નહોતી આ તેમના જીવનનો છેલ્લો પ્રવાસ હશે. સૂત્રોએ જણાવ્યું કે, રાત્રે 9 વાગ્યાની આસપાસ એક વળાંકમાં જીપ સાથે તેની ટક્કર થઈ હતી. જીપ સાથે ટકરાયા બાદ બસનું સંતુલક ખોરવાયું અને તે ખીણમાં ખાબકી હતી.

આપણ વાંચો: વૈષ્ણોદેવી યાત્રા માર્ગે મોટી દુર્ઘટનાઃ ભૂસ્ખલનને કારણે પાંચના મોત, 14 ઘાયલ

ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

આ અકસ્માત અંગે જાણ થતા સેના, પોલીસ અને સ્થાનિકોએ સંયુક્ત રીતે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બચાવ કામગીરી આખી રાત ચાલુ રહી અને મુસાફરોને ખાઈમાંથી બહાર કાઢવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

અત્યારે તેમની સારવાર ચાલી રહી છે. મૃતકોની વાત કરવામાં આવે તો નવ મહિલાઓ સહિત 15 લોકોનું મોત થયું છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે, બધા લોકો ટાંગાલે અર્બન કાઉન્સિલના કર્મચારીઓ હતા અને શૈક્ષણિક પ્રવાસ માટે જઈ રહ્યાં હતાં.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button