ઇન્ટરનેશનલનેશનલ

લો બોલો, પાકિસ્તાની મૌલવીએ લગ્ન તોડવા માટે પીએમ મોદીને જવાબદાર ગણાવ્યા!

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં કંઇ પણ થાય તો તેને માટે તેઓ ભારતને જ જવાબદાર ગણાવતા રહ્યા છે. કોઇ વોન્ટેડ આતંકીની હત્યા થાય, દેશમાં અશાંતિ થાય કે આર્થિક બેહાલી થાય તો તે માટે તેઓ ભારતને જ જવાબદાર માને છે. હવે એવા સમાચાર જાણવા મળ્યા છે કે એક પાકિસ્તાની મૌલવીએ ભારતના પીએમ મોદીને તેના લગ્ન તોડવા માટે જવાબદાર ગણાવ્યા છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક પાકિસ્તાની મૌલવી ભારતીય યુવતી સાથેના લગ્ન તોડવા માટે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવી રહ્યા છે. પાકિસ્તાની મૌલવીએ કહ્યું હતું કે, હું ભારતીય છોકરી સાથે લગ્ન કરવા જઈ રહ્યો હતો. વીડિયોમાં મૌલવીને એમ કહેતા સાંભળી શકાય છે કે, મારા લગ્ન ભારતમાં થતા થતા રહી ગયા. મારું દિલ આંસુઓથી ભરાઈ ગયું. તેના બાળકો મને મામુ કહી ગયા. 2014માં પીએમ મોદીના સત્તામાં આવ્યાની ઘટનાનો ઉલ્લેખ કરતા મૌલવી કહે છે, “મારા લગ્ન ભારતમાં થવાના હતા, પરંતુ પછી મોદી સરકાર ત્યાં સત્તામાં આવી. પછી વિઝાના પ્રશ્નો ઊભા થયા. તેથી અમે વિચાર્યું કે ચાલો આપણે લગ્ન મોકુફ રાખીએ. આગામી ચૂંટણીમાં (એટલે ​​કે 2019માં) આપણે વિચારીશું, પરંતુ મારા લગ્ન તોડવા માટે મોદી સાહેબ ફરી સત્તામાં આવ્યા. મૌલવી આગળ કહે છે, “પછી અમે વિચાર્યું કે વધુ દસ વર્ષ કોણ રાહ જોશે. આગામી વખતે પણ તે સત્તામાં આવશે, તેથી હવે અમે અહીં બેઠા છીએ… અમે આ રીતે લગ્ન નથી કરી શકતા. અમે તો તરત જ લગ્ન કરવામાં માનીએ છીએ. મૌલવીએ કાવ્યાત્મક રીતે કહ્યું, ‘દિલ કે અરમા આંસુઓમેં બહે ગયે, ઉનકે બચ્ચે હમકો મામુ કહે ગયે…’

તમે પણ આ મૌલવીનો વીડિયો જુઓ.

https://twitter.com/i/status/1784584503564058717

વીડિયોમાં મૌલવીની વાત સાંભળ્યા બાદ એમ લાગે છે કે પાકિસ્તાનમાં ખરેખર મોદીનો ખૌફ ખરેખર કેટલો બધો છે! આ વીડિયો અંગે તમારી શું પ્રતિક્રિયા છે એ અમને જરૂરથી જણાવજો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button