ઈલોન મસ્કનું મિશન મંગળ ફરી અટક્યું, સ્ટારશિપનું દસમું મિશન અંતિમ ક્ષણે રોકાયું

ઈલોન મસ્ક ઘણા સમયથી મંગળ પર ગ્રહ પર માનવ વસાહત સ્થાપવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ તેમના માટે એક ડ્રીમ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટને લઈને જ કંપનીને તાજેતરમાં એક મોટો ઝટકો લાગ્યો છે. કંપનીના અત્યંત મહત્વાકાંક્ષી સ્ટારશિપ રોકેટનું દસમું મિશન અંતિમ ક્ષણે રદ્દ કરવું પડ્યું હતું, જે કંપનીના અનેક અધરા લક્ષ્યોને પૂરા કરી શકતું હતું. આ ઘટના ટેક્સાસના સ્ટારબેઝ લોન્ચ સાઇટ પર બની, જ્યાં તકનીકી સમસ્યાઓને કારણે કાઉન્ટડાઉન અટકાવી દેવામાં આવ્યું હતું. જોકે આવી અડચણો અવકાશ મિશનોમાં સામાન્ય છે, પરંતુ તે મસ્કના મોટા સ્વપ્નોને અસર કરે છે.
રવિવારે સ્પેસએક્સના સ્ટારશિપ રોકેટનું લોન્ચ ભારતીય સમય અનુસાર સોમવાર વહેલી સવારે થવાનું હતું, પરંતુ ગ્રાઉન્ડ સિસ્ટમમાં આવેલી તકનીકી ખામીને કારણે તેને રોકી દેવામાં આવ્યુ હતું. કંપનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાણ કરી કે તેઓ આ સમસ્યાનો સમાધાન કરવા માટે આજનું લોન્ચ સ્થગિત કરી રહ્યા છે. સ્ટારબેઝ ફેસિલિટીમાં 70.7 મીટર ઊંચુ સુપર હેવી બૂસ્ટર અને તેના ઉપર 52 મીટર ઊંચું સ્ટારશિપ તૈયાર હતું, અને તેમાં ઇંધણ ભરવાની પ્રક્રિયા ચાલુ હતી, પરંતુ ઉડાનથી 30 મિનિટ પહેલા આ મીશન અટકી ગયું.
અવકાશ મિશનોમાં જોખમ વધુ હોય છે, તેથી અગાઉ પણ અનેક વખત રોકેટ લોન્ચ અંતિમ ક્ષણે રોકવામાં આવ્યું હતું. આવી સમસ્યાઓ થોડા દિવસોમાં જ ઉકેલી લેવામાં આવશે. સ્પેસએક્સે હજુ સુધી આગામી લોન્ચની તારીખ જાહેર કરી નથી. આ વર્ષે કંપનીના નેક્સ્ટ જનરેશન રોકેટને અનેક અડચણોનો સામનો કરવો પડ્યો છે, અને નાસાને આશા છે કે 2027 સુધીમાં આ રોકેટનો ઉપયોગ માનવયુક્ત ચંદ્રમા લેન્ડિંગ માટે કરી શકાશે, જે અપોલો પ્રોગ્રામ પછીનું પ્રથમ હશે.
આ લોન્ચમાં સુપર હેવી બૂસ્ટરને મેક્સિકોની ખાડીમાં સોફ્ટ લેન્ડિંગ કરવાનું હતું, જ્યારે સ્ટારશિપ અવકાશમાં જઈને નકલી સ્ટારલિંક સેટેલાઇટ્સ છોડવા અને પછી ઇંજિન પ્રજ્વલિત કરીને કક્ષામાં ફરવાનું હતુ. સૌથી મહત્વનું પરીક્ષણ વાયુમંડળમાં પુનઃ પ્રવેશનું હતું, જ્યાં ગરમીથી બચાવવા માટેની હીટ શીલ્ડ અને નવા સ્ટીલ ફ્લેપ્સની કસોટી થવાની હતી. અગાઉના મિશનોમાં આ જ કારણોથી રોકેટને નુકસાન થયુ હતુ.
આ વર્ષે સ્પેસએક્સના સ્ટારશિપને અનેક મોટા ઝટકા લાગ્યા છે, જેમાં બે ફ્લાઇટ્સ લોન્ચ થયા પછી તરત જ નિષ્ફળ થઈ ગઈ હતી. નવમા મિશનમાં રોકેટ અવકાશ સુધી પહોંચીને ફાટી ગયું હતું, અને જૂનમાં ટેસ્ટિંગ દરમિયાન એટલું મોટું વિસ્ફોટ થયું કે તેના અવશેષો પાડોશી મેક્સિકો સુધી પહોંચી ગયા હતા. આ અસફળતાઓ છતાં કંપની સતત પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો…ભારતમાં એલન મસ્કની સ્ટારલિંકની ઈન્ટરનેટ સેવા હશે બહુ મોંઘી પણ સ્પીડ પણ હશે જોરદાર………