ઇટાલીના થયેલા ભયાનક અકસ્માતમાં ચાર ભારતીય નાગરિકોનું મોત, ભારતીય દૂતાવાસે વ્યક્ત કર્યું દુઃખ…

માટેરા, ઇટાલી: ઇટાલીના માટેરા શહેર (Matera City Accident)માં એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. આ માર્ગ અકસ્માતમાં 4 ભારતીય નાગરિકોનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. રોમમાં આવેલા ભારતીય દૂતાવાસે આ સમગ્ર ઘટના મામલે જાણકારી આપી છે. એગ્રી વેલીમાં માટેરા શહેરના સ્કેન્ઝાનો જોનિકો મ્યુનિસિપલ વિસ્તારમાં કાર એક ટ્રક સાથે અથડાઈ હતી. ચાર ભારતીયો અકસ્માતમાં મોત થતા ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને દુઃખ પણ વ્યક્ત કર્યું છે.
પાંચ લોકોને પોલિકોરોની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં
વધારે વિગતો વાત કરવામાં આવે તો, આ અકસ્માતમાં ચાર ભારતીયનું મોત થયું છે. જેમાં 34 વર્ષીય મનોજ કુમાર, 33 વર્ષીય સુરજીત સિંહ, 31 વર્ષીય હરવિંદર સિંહ અને 20 વર્ષીય જસકરણસિંહનો સમાવેશ થાય છે. આ સાથે અન્યા પાંચ લોકો ઘાયલ થયા હોવાથી તેમને પોલિકોરોની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમાં એક વ્યક્તિ સૌથી ગંભીર રીતે ઘાયલ હોવાથી તેને પોટેન્ઝાની સાન કાર્લો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ભારતીય દૂતાવાસે એક્સ પર પોસ્ટ કરી શોક વ્યક્ત કર્યો
આ સમગ્ર મામલે ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને વિગતો શેર કરી હતી. પોસ્ટ શેર કરતા લખ્યું કે, ‘ભારતીય દૂતાવાસ દક્ષિણ ઇટાલીના માટેરામાં થયેલા માર્ગ અકસ્માતમાં 4 ભારતીય નાગરિકોનું દુઃખ મોત થયું તેના પર શોક વ્યક્ત કરે છે’. વધુમાં લખ્યું કે, ‘અમે વધારે જાણકારી માટે સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છીએ. ભારતીય દૂતાવાસ સંબંધિત પરિવારોને શક્ય તમામ કોન્સ્યુલર સહાય પૂરી પાડશે’. અત્રે નોંધનીય છે કે, આ સમગ્ર ઘટનાના કારણે ભારે શોકનો માહોલ છવાયો હતો.