દક્ષિણ કોરિયાના વિપક્ષી નેતાને ચાકુ મારનાર શખસની થઈ આટલા વર્ષની જેલ

સિઓલઃ આ વર્ષની શરૂઆતમાં દક્ષિણ કોરિયાના વિપક્ષી નેતાની ગરદન પર છરી વડે હુમલો કરનાર એક વ્યક્તિને શુક્રવારે ૧૫ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી, એમ કોર્ટના અધિકારીએ આપી હતી.
જાન્યુઆરીમાં દક્ષિણ કોરિયાના સૌથી મોટા રાજકીય પક્ષ લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના વડા લી જે-મ્યુંગ પર છરી વડે હુમલો કરનાર વ્યક્તિ દક્ષિણ-પૂર્વીય શહેર બુસાનમાં એક કાર્યક્રમમાં ઓટોગ્રાફ લેવા માટે તેમની પાસે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા અટકાયત કર્યા પછી તેણે તપાસકર્તાઓને કહ્યું કે તે લીને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ બનતા અટકાવવા તેની હત્યા કરવા માંગતો હતો.
આ મામલે બુસાન ડિસ્ટ્રિક્ટ કોર્ટે જણાવ્યું હતું કે હત્યાના પ્રયાસ અને ચૂંટણી કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત ઠર્યા બાદ વ્યક્તિને જેલની સજા ફટકારવામાં આવી હતી. કોર્ટે જણાવ્યું હતું કે આ વ્યક્તિ અને ફરીયાદી બંને પાસે અપીલ કરવા માટે એક સપ્તાહનો સમય છે.
આ પણ વાંચો: દક્ષિણ કોરિયાના બેટરી પ્લાન્ટમાં બ્લાસ્ટ બાદ વિકરાળ આગ, 20 થી વધુના મોત
આ હુમલો એપ્રિલમાં દેશની નિર્ણાયક સંસદીય ચૂંટણીઓ પહેલા થયો હતો. જેમાં લીની ડેમોક્રેટિક પાર્ટી અને અન્ય વિરોધ પક્ષોએ પ્રમુખ યુન સુક યેઓલના રુઢિચુસ્ત શાસક પક્ષ સામે જંગી જીત મેળવી હતી.
કોર્ટના નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલો દેશની ચૂંટણી પ્રણાલી સામે ગંભીર પડકાર ઊભો કરે છે અને તે એક એવું કૃત્ય છે જે સામાજિક સર્વસંમતિ અને મૂળભૂત ઉદાર લોકતાંત્રિક સિદ્ધાંતોમાં વિશ્વાસને નષ્ટ કરે છે.
ચુકાદામાં ટાંકવામાં આવ્યું હતું કે હુમલાખોર રાજકીય મંતવ્યોના મતભેદોને કારણે લીને લાંબા સમયથી નફરત કરતો હતો, તેના ગળા પર છરી વડે હુમલો કરવાની પ્રેક્ટિકસ કરી ચૂક્યો હતો અને પાંચ શહેર કાર્યક્રમોમાં તેની પાછળ ગયો હતો.
કોર્ટના જનસંપર્ક કાર્યાલયે શુક્રવારના ચુકાદાની વિગતોની તાત્કાલિક પુષ્ટિ કરી ન હતી. કોર્ટે વ્યક્તિની ઓળખ જાહેર કરી નથી. પોલીસે અગાઉ આ વ્યક્તિની ઉંમર ૬૭ વર્ષની આસપાસ હોવાનું જણાવ્યું હતું.