સાઉથ કોરિયા પોલીસે રાષ્ટ્રપતિ સામે કડક કાર્યવાહી કરી! આ મામલે થઇ રહી છે તપાસ
સિઓલ: થોડા દિવસો પહેલા દક્ષિણ કોરિયામાં રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલે માર્શલ લૉ લાદવાની જાહેરાત કર્યા બાદ રાજકીય તાણવનો માહોલ (Yoon Suk Yeol imposed martial law in South Korea) સર્જાયો હતો, જોકે સંસદે રાષ્ટ્રપતિના નિર્ણયને પલટી દીધો હતો. ત્યાર બાદ દક્ષિણ કોરિયા પોલીસ કથિત રીતે રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલ પર વિદેશની મુસાફરી પર પ્રતિબંધ મૂકવાની વિચારણા કરી રહી છે, કારણ કે પોલીસને શંકા છે કે તેમણે બળવો ભડકાવવાનો પ્રયાસ કર્યો હતો, આ આરોપોની તપાસ કરવામાં આવી રહી છે.
દક્ષીણ કોરિયામાં રાજકીય તણાવ:
મંગળવારે રાષ્ટ્રપતિ યુને માર્શલ લો લાદવાની ઘોષણા કરતા દક્ષિણ કોરિયામાં ગંભીર રાજકીય અશાંતિ ફેલાઈ છે, સશસ્ત્ર સૈનિકોને સિઓલની રસ્તાઓ પર તૈનાત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ યુન રવિવારે વિપક્ષ દ્વારા પ્રાયોજિત મહાભિયોગના પ્રયાસમાંથી બચી ગયા હતાં, કેમ કે શાસક પક્ષના મોટાભાગના સાંસદોએ ફ્લોર ટેસ્ટમાં ભાગ લીધો ન હતો. જો કે, વિરોધ પક્ષોએ આ અઠવાડિયે તેમની સામે મહાભિયોગની નવી અરજી દાખલ કરવાનું વચન આપ્યું હતું.
રાષ્ટ્રપતિ સામે બળવાના આરોપ:
અહેવાલ મુજબ રાષ્ટ્રપતિ યુન સામે બળવાના આરોપોની તપાસ થઇ રહી છે, એવામાં તેઓ દેશ છોડનું વિચારી રહ્યા છે. જેને કારણે તેમના પર પ્રતિબંધો લગાવવાની વિચારણા થઇ રહી છે.
Also read: સાઉથ કોરિયાના બોગસ વિઝા રૅકેટમાં ભારતીય નૌકાદળના અધિકારીની ધરપકડ
મુખ્ય વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીએ યુનના માર્શલ લૉ લાદવાની પ્રક્રિયાને “ગેરબંધારણીય, ગેરકાયદેસર બળવો” ગણાવ્યો હતો. વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીએ કથિત બળવાને અંગે યુન અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન સહિત નવ લોકો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
રાષ્ટ્રપતિએ માફી માંગી:
જ્યારે રાષ્ટ્રપતિ પદ પર હોય ત્યારે તેમની સામે કાર્યવાહી થઇ શકતી, જો કે બળવા અથવા રાજદ્રોહના આરોપોમાં કાર્યવાહી થઇ શકે છે. યૂને માર્શલ લો જાહેર કરવા બદલ શનિવારે માફી માંગી અને કહ્યું કે તેઓ આ નિર્ણય માટે રાજકીય કે કાયદાકીય જવાબદારીથી ભાગશે નહીં.
ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન કિમ યોંગ હ્યુન, જેમણે યુનને લશ્કરી કાયદો લાદવાનું સૂચન કર્યું હતું, તેની રવિવારે દક્ષિણ કોરિયાના અધિકારીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. માર્શલ લો કેસના સંબંધમાં આ ધરપકડ હતી.