Jeju Air Crash: 47 Dead in South Korea

Plane Crash Video: દક્ષિણ કોરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, 47ના મોત

સિઓલ: કઝાકિસ્તાનમાં અઝરબૈજાન એરલાઇન્સનું વિમાન ક્રેશ થયાના એક અઠવાડિયાની અંદર વધુ એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે. આજે રવિવારે સવારે દક્ષિણ કોરિયામાં એક મોટો વિમાન અકસ્માત (South Korea Plane crash) સર્જાયો. અહેવાલ મુજબ દક્ષિણ કોરિયાના મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 175 મુસાફરો અને છ ક્રૂ મેમ્બરો સાથેનું એક પ્લેન રનવે પરથી સ્લીપ થઇ ગયું અને દિવાલ સાથે અથડાયું. અહેવાલો અનુસાર, અકસ્માતમાં લગભગ 47 લોકોના મોત થયા છે. દક્ષીણ કોરિયાના અધિકારીઓએ કહ્યું છે કે મૃત્યુઆંક વધી શકે છે. બચાવ અને રાહત કાર્ય ચાલુ છે. પ્લેન પક્ષી સાથે અથડાવવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોઈ શકે છે.

બચાવ કામગીરી ચાલુ:
અહેવાલો અનુસાર આ પ્લેન જેજુ એરનું હતું, જે પ્લેન થાઈલેન્ડથી પરત ફરી રહ્યું હતું. આ અકસ્માત લેન્ડિંગ સમયે થયો હતો. મુઆન એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું કે પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ફાયર અધિકારીઓના જણાવ્યા મુજબ એરપોર્ટ પર લાગેલી આગને બુઝાવી દીધી છે. બચાવ કામગીરી ચાલુ છે, બે લોકો જીવિત મળી આવ્યા છે. અનુસાર, દક્ષિણ કોરિયાના કાર્યવાહક રાષ્ટ્રપતિ ચોઈ સાંગ-મોકે કહ્યું કે બચાવ માટે દરેક સંભવ પ્રયાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. કાર્યવાહક રાષ્ટ્રપતિ પણ અકસ્માત સ્થળે પહોંચી રહ્યા છે.

Also read: અઝરબૈજાન વિમાન દુર્ઘટનાઃ મોસ્કોને જવાબદાર ઠેરવતા નિષ્ણાતો

25 ડિસેમ્બરના રોજ, અઝરબૈજાન એરલાઇન્સનું જેટ કઝાકિસ્તાનના અક્તાઉ નજીક ક્રેશ થયું હતું, જેમાં સવાર 67 લોકોમાંથી 38 લોકો માર્યા ગયા હતા.

સંબંધિત લેખો

Back to top button