ઇન્ટરનેશનલ
ઉત્તરી ઇરાક યુનિવર્સિટીની હૉસ્ટેલમાં આગ લાગવાથી 14 વિદ્યાર્થીઓના મોત, 18 ઘાયલ

એર્બિલઃ ઈરાકના ઉત્તરી શહેર એર્બિલ નજીક યુનિવર્સિટીના ડોર્મિટરીમાં આગ લાગવાથી 14 લોકોના મોત થયા છે અને 18 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક આરોગ્ય નિર્દેશાલયના વડાએ જણાવ્યું હતું કે આ ઘટના એર્બિલના સોરાન શહેરમાં બની હતી. સ્થાનિક મીડિયા અનુસાર, સમાચાર લખાય છે ત્યાં સુધીમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
સ્થાનિક આરોગ્ય નિર્દેશાલયના વડાના અહેવાલ મુજબ, શુક્રવારે ઇરાકના ઉત્તરીય શહેર એર્બિલ નજીક યુનિવર્સિટીના હોસ્ટેલમાં ભારે આગ ફાટી નીકળ્યા પછી ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા હતા અને 18 અન્ય ઘાયલ થયા હતા. હોસ્ટેલમાં લેક્ચરર્સ અને વિદ્યાર્થીઓ રહે છે. રાજ્ય મીડિયાએ મૃત્યુઆંકની પુષ્ટિ કરી છે. સ્થાનિક સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે શુક્રવાર રાત સુધીમાં આગ બુઝાવી દેવામાં આવી હતી.