ઇન્ટરનેશનલ

Fact Check: ટ્રમ્પના શપથ ગ્રહણ દરમિયાન એસ જયશંકરનનું અપમાન કરવામાં આવ્યું! જાણો શું છે હકીકત

મુંબઈ: ચૂંટણીમાં જંગી જીત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ગત સોમાવરે યુનાઇટેડ સ્ટેટ્સના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા (Donald Trump Inaugural ceremony) છે. જેની ઉજવણી માટે સોમવારે કેપિટોલ રોટુન્ડા ખાતે એક ભવ્ય સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દુનિયાના ઘણા દેશોના મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સમારોહમાં વિદેશ પ્રધાન એસ જયશંકરને ભારતનું પ્રતિનિધિત્વ (S Jaishankar) કર્યું હતું. એવામાં સોશિયલ મીડિયા પર વીડિયો એક શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સમરોહ દરમિયાન જયશંકરનું અપમાન કરવામાં આવ્યું હતું.

Also read:ટ્ર્મ્પના શપથ ગ્રહણમાં મસ્કના આવા વર્તાવથી હંગામો મચી ગયો

સોશિયલ મીડિયા પર દાવો:

સમારોહમાં એસ જયશંકરને પહેલી હરોળમાં સ્થાન આપવામાં આવ્યું હતું. હવે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરવામાં આવી રહ્યો છે, જેની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમને પાછળ જવા માટે કહેવામાં આવ્યું હતું. કેટલાક યુઝર્સ આને ભારતનું અપમાન ગણાવી રહ્યા છે. નોંધનીય છે કે ભારતના વડા પ્રધાન મોદીને ટ્રંપની શપથવિધિના સમારોહમાં આમંત્રણ ન મળતા રાજકરણ પહેલેથી જ ગરમાયેલું છે. એવામાં એસ જયશંકરના અપમાનનમાં મુદ્દાએ બળતામાં ઘી હોમ્યું છે.

સપા નેતાનો દાવો:

સમાજવાદી પાર્ટીના નેતા યાસર શાહે પણ 35 સેકન્ડનો વિડીયો X પર આ શેર કર્યો છે, સાથે તેમણે લખ્યું , ‘જયશંકરને રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં પાછળની હરોળમાં ઊભા રહેવાનું કહેવામાં આવ્યું હતું અને તેમણે ના પાડી દીધી હતી. દુનિયાની સૌથી મોટી લોકશાહી માટે આ કેટલું શરમજનક છે?’ તેમના સિવાય ઘણા અન્ય યુઝર્સે પણ આ વીડિયો શેર કર્યો છે.

શું છે હકીકત:

X પર શેર કરવામાં આવી રહેલા વીડિયોના ડાબી તરફના ખૂણામાં JCCICનો લોગો જોવા મળે છે. JCCICનો મતલબ છે જોઈન્ટ કોંગ્રેસનલ કમિટી ઓન ઈનોગ્યુરલ સેરેમની. સમારોહનો સંપૂર્ણ વિડીયો JCCICની સત્તાવાર વેબસાઇટ (https://www.inaugural.senate.gov/live/) પર ઉપલબ્ધ છે. યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરવામા આવેલો આ વિડીયો 7 કલાક 40 મિનિટ 55 સેકન્ડ લાંબો છે.વિડીયોના 3:08:49 સમયે જોઈ શકાય છે કે એક મહિલા અધિકારી એસ જયશંકરની આગળ ઉભેલી મહિલા ફોટોગ્રાફર પાસે પહોંચે છે. આ પછી, અધિકારી મહિલા ફોટોગ્રાફરનેના ખભા પર હાથ મૂકીને તેમને પાછળ જવા માટે કહે છે. અહીં જોઈ શકાય છે કે સુચના મળતાં જ, મહિલા ફોટોગ્રાફર નીચે બેસી જાય છે.

સોશિયલ મીડિયા પર થઇ રહેલો દવાઓ પાયા વિહોણો છે, ભારતના વિદેશ પ્રધાન સમારોહ દરમિયાન પહેલી હરોળમાં જ રહ્યા, તેમને પાછળ જવા કોઈ સુચના આપવામાં નહતી આવી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button