મધ્ય એટલાન્ટિકના અનેક રાજ્યોમાં બરફના તોફાનની ચેતવણી
ચાર્લસ્ટન (અમેરિકા): મધ્ય-એટલાન્ટિકના અનેક રાજ્યોમાં બરફના તોફાનનો ખતરો મંડરાઇ રહ્યો છે. જેના કારણે લોકોના ઘરોમાં વીજળી ડૂલ થઇ શકે છે અને રસ્તાઓ બંધ થઇ શકે છે.
હવામાન વિભાગે આ ચેતવણી આપી હતી. નેશનલ વેધર સર્વિસે મેરીલેન્ડ, પેન્સિલવેનિયા, વર્જિનિયા અને વેસ્ટ વર્જિનિયાના ભાગોમાં બુધવાર બપોરથી ગુરુવાર બપોર સુધી બરફના તોફાનની ચેતવણી જાહેર કરી હતી.
આ પણ વાંચો: ટ્રમ્પ શા માટે ગ્રીનલેન્ડ ટાપુ અબજો ડૉલર આપીને ખરીદવા માગે છે?
હવામાન વિભાગે કહ્યું હતું કે કેટલાક સ્થળોએ એક સેમી બરફ પડવાની સંભાવના છે જેનાથી વૃક્ષો અને વીજળીના થાંભલાઓને નોંધપાત્ર રીતે નુકસાન પહોંચાડી શકે છે. વાવાઝોડાને કારણે કેટલીક કાઉન્ટીઓમાં જાહેર શાળાઓમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી છે.
પશ્ચિમ વર્જિનિયાના મોટાભાગના ભાગો અને ઉત્તરપૂર્વીય કેન્ટકી અને દક્ષિણપશ્ચિમ વર્જિનિયાના કેટલાક ભાગો પર નજર રાખવામાં આવી હતી જ્યાં 1.5 ઇંચ વરસાદની અપેક્ષા છે.
આ પણ વાંચો: રશિયાએ શરૂ કરી Nuclear War ની તૈયારી ! આર્કટિક સમુદ્રમાં મળ્યા પુરાવા
ઉત્તરી મિઝોરીમાં મોટાભાગના રસ્તાઓ સંપૂર્ણ અથવા આંશિક રીતે બરફથી ઢંકાયેલા હતા, જ્યારે કેન્સાસ સિટી વિસ્તારમાં હાઇ-વેના ભાગો બંધ કરવામાં આવ્યા હતા. રાજ્યના પરિવહન વિભાગના જણાવ્યા અનુસાર. પૂર્વીય કેન્સાસના મોટા ભાગના વિસ્તારોમાં રસ્તાઓ બરફથી ઢંકાયેલા જોવા મળ્યા હતા.