સાઉદી અરેબિયાના રણમાં ભારે હિમવર્ષા; સૂકી રેતી પર પથરાઈ બરફની ચાદર
પોતાની સૂકી અને ગરમ આબોહવા માટે જાણીતા સાઉદી અરેબિયાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને હિમવર્ષા જોવા મળી છે. દેશના અલ-જૌફ રણમાં ભારે હિમવર્ષા જોવા મળી છે, જે આ ક્ષેત્રના ઇતિહાસમાં પ્રથમ વખત બની છે. તે શિયાળુ વન્ડરલેન્ડ પણ બનાવે છે, જે સામાન્ય રીતે તેના શુષ્ક આબોહવા માટે જાણીતું છે. આ વિસ્તારમાં ભારે વરસાદ અને કરા પડ્યા બાદ આ હિમવર્ષા થઈ છે. આ સમગ્ર વિસ્તારના હવામાનમાં આ મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: સાઉદી અરેબિયામાં ખુલશે પહેલી સરકારી વાઇન શોપ, શું ગિફ્ટ સિટી જેવા છે નિયમો કે પછી કોઈ પણ… ?
સાઉદી અરેબિયામાં અલ જૌફનું રણ શિયાળાના વન્ડરલેન્ડમાં ફેરવાઈ ગયું છે. સાઉદી અરેબિયાની ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, અલ-જૌફમાં હિમવર્ષાની ઠંડી લહેરથી શુષ્ક પરિદ્રશ્યમાં ક્યારેય ન જોવા મળેલી પરિસ્થિતિની ઝલક જોવા મળી છે. સાઉદીમાં બનેલી આ ઘટના હવામાન નિષ્ણાતોને ચોંકાવી રહી છે. સાઉદી અરેબિયા છેલ્લા અઠવાડિયાથી અસામાન્ય હવામાનનો સામનો કરી રહ્યું છે.
આ પણ વાંચો: તેલ સંકટ નિવારવા સાઉદી અરેબિયાનો નવો કિમીયો, હવે શાહી મહેલ ભાડે આપશે
બુધવારે અલ-જૌફના કેટલાક ભાગોમાં કરા સાથે ભારે વરસાદ પડ્યો હતો. ત્યારબાદ ઉત્તરીય સરહદ, રિયાદ અને મક્કા વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો. હવામાનમાં આવેલા આ ફેરફારથી તાબુક અને અલ બહાહ વિસ્તારો પણ પ્રભાવિત થયા હતા. સોમવારે અલ-જુફના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ હતી. અહીં પડતી બરફની તસવીરોએ સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
વર્ષોથી થઈ રહ્યા છે પરિવર્તન:
સાઉદી અરેબિયામાં જેવા રણપ્રદેશમાં હિમવર્ષા દુર્લભ છે પરંતુ ત્યાંનાં વાતાવરણમાં છેલ્લા ઘણા વર્ષોથી બદલાવ આવી રહ્યો છે. થોડા વર્ષો પહેલા આકરી ગરમીથી સળગતા સહારાના રણમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો અને તે -2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. આ પરિવર્તન માટે ક્લાઈમેટ ચેન્જની અસરોને જવાબદાર ગણવામાં આવે છે.