ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

Bangladesh Reservation Protests: હિંસા વકરતા મૃત્યુઆંક 114, બળવાખોરોને દેખો ત્યાં ઠાર મારવાનો આદેશ

ઢાકા : બાંગ્લાદેશ(Bangladesh) પોલીસે અઠવાડિયા પહેલા શરૂ થયેલા અનામત વિરોધી પ્રદર્શનને રોકવા માટે જોતા જ ઠાર મારવાના આદેશો સાથે દેશભરમાં કર્ફ્યુ લાદી દીધો છે. શેખ હસીનાની સરકારે રવિવાર અને સોમવારને જાહેર રજાઓ જાહેર કરી છે.જેમાં માત્ર ઇમરજન્સી સેવાઓને જ ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. શનિવારથી કર્ફ્યુ શરૂ થયો હતો. જ્યારે સૈનિકો ઢાકાની ખાલી શેરીઓમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. વિરોધ શરૂ થયા ત્યારથી હિંસાગ્રસ્ત દેશમાં મૃત્યુઆંક 114 પર પહોંચ્યો હતો.

978 ભારતીયોને બાંગ્લાદેશમાંથી બહાર લવાયા

જ્યારે અત્યાર સુધી 978 ભારતીયોને બાંગ્લાદેશમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.તેમાંથી કેટલાક મેઘાલય, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ થઈને સરહદ પાર કરી હતી.જ્યારે કેટલાક ફ્લાઈટ્સ દ્વારા પાછા ફર્યા હતા.આ દરમ્યાન વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે, વિદેશ મંત્રાલય ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. જ્યારે ભારતે પાડોશી દેશની “આંતરિક બાબત” પર ટિપ્પણી કરવાનું ટાળ્યું છે.

અમેરિકાએ બાંગ્લાદેશ માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી

જ્યારે અમેરિકાએ બાંગ્લાદેશ માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં ઢાકા અને અન્ય વિસ્તારોમાં હિંસાને કારણે દેશના પ્રવાસીઓને તેમની યોજનાઓ પર પુનર્વિચાર કરવા વિનંતી કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button