ઇન્ટરનેશનલનેશનલ

લંડનમાં શીખોએ બહાદુરી દેખાડી, પાકિસ્તાની ગ્રુમિંગ ગેંગના સભ્યના ચુંગાલમાંથી સગીરાને બચાવી

હાઉન્સલો : લંડનમાં પણ પાકિસ્તાની ગ્રુમિંગ ગેંગ સક્રિય છે. જે બાળકીઓનું અપહરણ કરીને તેમની સાથે દુષ્કર્મ જેવી ઘટનાઓને અંજામ આપે છે. જે અંતર્ગત પશ્ચિમ લંડનમાં આ ગેંગના સભ્યએ 16 વર્ષની સગીરને લલચાવીને અપહરણ કર્યું હતું તેની બાદ બળાત્કાર ગુજાર્યો હતો. જોકે, આ અંગે જ્યારે ત્યાં રહેતા શીખ સમુદાયને જાણ થઇ ત્યારે તેને બચાવવા માટે 200 થી વધુ શીખ એકત્ર થયા હતા. તેમજ આરોપીના ઘરે હુમલો કર્યો હતો અને સગીરાને છોડાવી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ સગીરાને બચાવવા માટે શીખ સમુદાયના સભ્યોએ ઘણા કલાકો સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં પોલીસ પર દબાણ કર્યું હતું. ત્યાર બાદ શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો અને સગીરાને તેના પરિવારને મળાવી દેવામાં આવી હતી.

વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ

જ્યારે શીખ પ્રેસ એસોસિએશનના અહેવાલ મુજબ આરોપી 30 વર્ષથી વધુ ઉંમરનો હતો. તેણે પશ્ચિમ લંડનના હાઉન્સલો વિસ્તારમાં 16 વર્ષથી ઓછી ઉંમરની છોકરી સાથે મિત્રતા કરી અને તેમનું શોષણ કર્યું હતું. આ સગીરા શીખ સમુદાયની છે અને આરોપીએ તેની સાથે મિત્રતા કરવાનું શરૂ કર્યું જ્યારે તે 13 વર્ષની હતી. લંડનના હાઉન્સલોમાં બનેલી ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. તેમજ ફૂટેજમાં બતાવવામાં આવ્યું છે કે પોલીસ કલાકોના વિરોધ પ્રદર્શન પછી આરોપીને વાનમાં લઈ જઈ રહી છે.

શીખ છોકરીને લલચાવીને ઘર છોડવા દબાણ કર્યું

શીખ પ્રેસ એસોસિએશનના જણાવ્યા અનુસાર, આરોપીએ શીખ છોકરીને 16 વર્ષની ઉંમરે ઘર છોડવા માટે દબાણ કર્યું હતું. તેને લલચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ આરોપી કાયદાકીય છટકબારીનો ઉપયોગ કર્યો હોવાથી પોલીસ અત્યાર સુધી આ કેસમાં મદદ કરી શકી ન હતી. આ જોઈને શીખ સમુદાય રસ્તા પર ઉતરી આવ્યો અને સગીરાને બચાવવા માટે પગલાં લીધાં હતા.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button