ઇન્ટરનેશનલ

સિડની મોલમાં ગોળીબાર, છરાબાજીની ઘટના, 10ના મોત,અનેક લોકો ઘાયલ

ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં સ્થિત વેસ્ટફિલ્ડ બોન્ડી જંકશન મોલમાં છરાબાજી અને ગોળીબારના કારણે અંધાધૂધી ફેલાઇ ગઇ હતી. આ મોલમાં હાજર ચાર લોકોએ સ્થાનિક સમય મુજબ સાંજે ચાર વાગે આડેધડ છરાબાજી અને ગોળીબાર કર્યો હતો, જેમાં મોલમાં હાજર દસ લોકો માર્યા ગયા છે, જોકે ઇમરજન્સી સેવાઓએ વિગતોની હજી સુધી પુષ્ટિ કરી નથી. ગોળીબારમાં એક વ્યક્તિને ગોળી વાગી હતી. ઘટનાની જાણકારી મળતા જ પોલીસના અનેક વાહનો અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ હેલિકોપ્ટર હાજર કરવામાં આવ્યા છે. આ ઘટના પાછળ કોણ છે તે સ્પષ્ટ થયું નથી. આ ઘટના સાથે જોડાયેલા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

https://twitter.com/i/status/1779043746803572866

આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. ઘટના બાદ લોકોના ટોળેટોળા અહીં-તહીં દોડતા જોવા મળ્યા હતા. હાજર લોકોએ જણાવ્યું હતું કે મોલની અંદરથી ફાયરિંગનો અવાજ આવી રહ્યો હતો. ચાર જેટલા લોકોએ છરી વડે હુમલો કર્યો હતો.
મૉલમાં ફસાયેલા સેંકડો લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. હાલમાં પોલીસે લોકોને આ વિસ્તારથી દૂર રહેવાની વિનંતી કરી છે. ઘટના સંબંધે પૂછપરછ ચાલુ છે. જોકે, આ પ્રાથમિક માહિતી છે. મૃતો અને ઘાયલ થયેલા લોકોના સાચા આંકડાની રાહ જોવાઈ રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button