અમેરિકામાં ગન વાયોલન્સ: વોશિંગ્ટનના રેન્ટન શહેરમાં ગોળીબાર, 3 લોકોના મોત,

ઓલિમ્પિયા: અમેરિકામાં ગન વાયોલન્સની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે, શનિવારે સાંજે વોશિંગ્ટન રાજ્યના રેન્ટનમાં ગોળીબારની એક ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હોવાના અહેવાલ (Shooting in Renton, Washington) છે. પોલીસના જણાવ્યા મુજબ ઘણા લોકોને ગોળી વાગી છે, મૃત્યુઆંક વધી શકે છે.
અહેવાલ મુજબ શનિવારે સાંજે 7:30ના અરસામાં રેન્ટન શહેરના કિર્કલેન્ડ એવન્યુ NE અને NE 18th સ્ટ્રીટ નજીક એક અજાણ્યા શખ્સે ગોળીબાર કર્યો હતો આ ઘટનાની તપાસ ચાલી રહી છે. ત્રણ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, પરંતુ મૃત્યુઆંક અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ પોલીસે હજુ સુધી કોઈ શંકાસ્પદ હુમલાખોરને કસ્ટડીમાં લીધો નથી, હુમલાખોર વધુ હુમલા કરી શકે છે એવી ભીતિ છે. રેન્ટન પોલીસ અધિકારીઓએ લોકોને ઘટનાસ્થળથી દુર રહેવા વિનંતી કરી છે. વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.
નોંધનીય છે એક અઠવાડિયા પહેલા રેન્ટનમાં ગોળીબારની એક ઘટના બની હતી, શેહેરના ટ્રાન્ઝિટ સેન્ટરમાં એક શખ્સે પાંચ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. જો કે, તપાસમાં જાણવા મળ્યું હતું કે જૂથ અથડામણમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો.
લોસ એન્જલ્સમાં એક કાર લોકોના ટોળામાં ઘુસી ગઈ હતી, જેમાં 30 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી સાતની હાલત ગંભીર છે. તેના કલાકો બાદ જ રેન્ટનમાં ગોળીબારની ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે.
આ પણ વાંચો…લોસ એન્જલસમાં રહસ્યમય વિસ્ફોટ: બોમ્બ સ્કવોડના 3 જવાનના મોત, FBIએ શરૂ કરી તપાસ…