બ્રિટનમાં યહૂદી ધર્મસ્થળની બહાર મોટો હુમલો: પોલીસ ફાયરિંગમાં હુમલાખોર ઠાર | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

બ્રિટનમાં યહૂદી ધર્મસ્થળની બહાર મોટો હુમલો: પોલીસ ફાયરિંગમાં હુમલાખોર ઠાર

લંડન: અસામાજિક તત્વોનો કોઈ ધર્મ કે જાત હોતી નથી. તેઓ ગમે ત્યાં આતંકવાદી પ્રવૃત્તિ કરવામાં ખચકાતા નથી. આવી જ ઘટના આજે બ્રિટનના એક ધર્મસ્થળે બની હતી. યુકેના ક્રમ્પ્સોલમાં આવેલા યહૂદી ધર્મસ્થાન નજીકના હિંસક હુમલામાં બે લોકોના મોત થયા છે, જ્યારે ચાર લોકોને ઈજા પહોંચી છે.

કેવી રીતે સર્જાઈ ઘટના?

આજે યોમ કિપ્પુરનો દિવસ છે. જે યહૂદી ધર્મનો સૌથી પવિત્ર દિવસ ગણાય છે. આ પવિત્ર દિવસે બ્રિટનમાં યહુદી ધર્મસ્થળ પર હુમલાનું ષડયંત્ર રચાયું હતું. આંતરરાષ્ટ્રીય મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ બ્રિટનના યુકેના ક્રમ્પ્સોલ ખાતે સવારે 9:31 વાગ્યે પોલીસને એક સાક્ષી તરફથી માહિતી મળી હતી કે એક કારચાલકે લોકોને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત, એક શખસે છરી વડે પણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ચાર લોકોને છરીના ઘા વાગ્યા હતા, જેમને પેરામેડિક્સ દ્વારા સારવાર આપી હતી. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ગોળીબાર કરવો પડ્યો, જેમાં શંકાસ્પદ હુમલાખોર માર્યો ગયો હતો.

તાત્કાલિક ખતરો ટળી ગયો

ગ્રેટર માન્ચેસ્ટરના મેયર એન્ડી બર્નહામે મીડિયાને જણાવ્યું હતું કે, આ એક “ગંભીર ઘટના” હતી. અમે લોકોને તાત્કાલિક તે વિસ્તારથી દૂર રહેવાની સલાહ આપી છે. સાથોસાથ લોકોને એ ખાતરી પણ આપી કે “તાત્કાલિક ખતરો ટળી ગયો છે.”
આ ઘટના બાદ, પોલીસે સુરક્ષા માટે “પ્લેટો” (Plato) પરિસ્થિતિ જાહેર કરી છે. “પ્લેટો” એક રાષ્ટ્રીય કોડ શબ્દ છે જેનો ઉપયોગ કટોકટી સેવાઓ દ્વારા “આતંકવાદી હુમલા”ના સંદર્ભમાં કરવામાં આવે છે. જોકે, પોલીસે હજી સુધી આને આતંકવાદી ઘટના જાહેર કરી નથી.

બ્રિટનના વડા પ્રધાને આપી પ્રતિક્રિયા

બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટાર્મરે આ ઘટના પર “આઘાતજનક” ગણાવ્યો હતો. તેમણે X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે યહૂદી કેલેન્ડરના સૌથી પવિત્ર દિવસ, યોમ કિપ્પુર પર આ ઘટના બની તે હકીકત તેને વધુ ભયાનક બનાવે છે. મારી સંવેદનાઓ તમામ પીડિતોના પ્રિયજનોની સાથે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button