ઇન્ટરનેશનલ

શોકિંગઃ મેક્સિકોમાં મેયરપદના ઉમેદવારની હત્યા, પ્રચાર વખતે ફાયરિંગ

મેક્સિકો સિટીઃ મેક્સિકોમાં હિંસાગ્રસ્ત શહેરના મેયર પદ માટેના ઉમેદવારની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. મૃતક ચૂંટણીનો પ્રચાર કરી રહી હતી ત્યારે તેને ગોળી મારવામાં આવી હતી.

મેક્સિકોના ઉત્તર મધ્ય રાજ્ય ગુઆનાજુઆતોના બે અધિકારીઓએ જણાવ્યું હતું કે મેયરપદના ઉમેદવાર બર્થા ગેટનને સેલાયા શહેરની બહારના એક વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મેક્સિકોમાં મેયરશિપમાં ઘણી વાર આસપાસના નાના સમુદાયોનો સમાવેશ થતો હતો. અધિકારીઓએ નામ ન આપવાની શરતે આ જાણકારી આપી હતી.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વિડિયોમાં જોઇ શકાય છે કે લોકો રેલીમાં “મોરેના!”ની બૂમો પાડી રહ્યા છે. મોરેના ગેટનની પાર્ટીનું નામ છે. દરમિયાન અચાનક ફાયરિંગનો અવાજ સંભળાય છે. ફાયરિંગ બાદ લોકો નાસતા ભાગતા પણ જોઇ શકાય છે.

મેક્સિકોમાં બે જૂનના રોજ ચૂંટણી યોજાશે. 2024ની શરૂઆતથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 14 ઉમેદવારો માર્યા ગયા છે. મોરેના રાષ્ટ્રપતિ આંદ્રેસ મેનુઅલ લોપેઝ ઓબ્રેડોરની પાર્ટી છે, જેમનો કાર્યકાળ સપ્ટેમ્બરમાં પૂર્ણ થઇ રહ્યો છે.
છેલ્લા કેટલાય સમયમાં ગુઆનાજુઆટોમાં મેક્સિકોના કોઈ પણ રાજ્યની સરખામણીએ સૌથી વધુ હત્યા થઈ છે, 500,000 લોકોની વસ્તીવાળા આ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં ઓછામાં ઓછા 34 પોલીસ અધિકારીઓ માર્યા ગયા છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત